બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / hindu side advocate vishnu shankar claimed citing asi survey a big hindu temple was present in gyanvapi

BIG NEWS / 'ભવ્ય મંદિર તોડીને બનાવાઈ હતી જ્ઞાનવાપી', જાહેર થયો ASI સર્વે રિપોર્ટ, શું શું મળ્યું?

Hiralal

Last Updated: 10:13 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો ASI રિપોર્ટ જાહેર થઈ ગયો છે. ભવ્ય મંદિર તોડીને જ્ઞાનવાપી બનાવાઈ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે.

  • વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો ASI રિપોર્ટ જાહેર
  • રિપોર્ટને આધારે હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકરે કર્યો મોટો દાવો 
  • 'જ્ઞાનવાપી મસ્જિદમાં એક ભવ્ય હિંદુ મંદિર હતું'
  • 1669માં મંદિર તોડીને જ્ઞાનવાપી બનાવાઈ હતી 

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો ASI રિપોર્ટ જાહેર કરી દેવાયો છે. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકરે એવો દાવો કર્યો છે કે એએઆઈ રિપોર્ટમાં કહેવાયું છે કે અહીં એક ભવ્ય હિંદુ મંદિર હતું. જ્ઞાનવાપીની પશ્ચિમી દિવાલ એક હિન્દુ મંદિરનો ભાગ છે. અંદરના થાંભલાઓ પણ હિન્દુ મંદિરના સ્તંભો હતા જે પાછળથી પ્લાસ્ટર કરીને બદલી નાખવામાં આવ્યાં હતા. 839 પાનાના આ રિપોર્ટમાં વજુખાના સિવાય દરેક ખૂણાની એક જ વિગત છે. દિવાલોથી શિખર સુધી જ્ઞાનવાપીની વિગતો એએસઆઈ દ્વારા તેમાં લખવામાં આવી છે. જ્ઞાનવાપીની અંદર એએસઆઈને શું મળ્યું અને તે શું જોયું તે વિગતવાર સમજાવવામાં આવ્યું છે. અહીંથી જે વસ્તુઓ મળી આવી હતી તે પહેલાથી જ પ્રશાસનની કસ્ટડીમાં આપી દેવામાં આવી છે.

જ્ઞાનવાપીમાંથી શું શું નીકળ્યાંનો કરાયો દાવો 
વિષ્ણુ જૈને દાવો કર્યો હતો કે એએસઆઈના અહેવાલ મુજબ, હાલનું માળખું બાંધવામાં આવ્યું તે પહેલાં અહીં એક વિશાળ હિન્દુ મંદિર અસ્તિત્વમાં હતું. આ મંદિરમાં એક મોટો મધ્ય ખંડ અને ઉત્તર તરફ એક નાનો ખંડ હતો. 17મી સદીમાં આ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું અને પાછળથી તેનો પોતાનો ભાગ મસ્જિદમાં સમાઈ ગયો છે. હાલની રચનામાં ઉપયોગમાં લેવાતા થાંભલાઓ અને પ્લાસ્ટરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. વિષ્ણુ જૈને જણાવ્યું કે, એએસઆઇએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે મસ્જિદનું નિર્માણ 1669માં મંદિર તોડીને કરવામાં આવ્યું હતું. હાલનું માળખું મંદિરના અવશેષો પર જ બનાવવામાં આવ્યું છે. ગુંબજ માત્ર સાડા ત્રણસો વર્ષ જૂનો છે. ઘણી જગ્યાએ મંદિરના અવશેષો મળી આવ્યા છે. ઘણા સ્તંભો પર દેવી-દેવતાઓની છબીઓ મળી આવી છે. દેવનાગરી અને સંસ્કૃતમાં અનેક શ્લોકો લખાયા છે. નાગર શૈલીની પણ ચીજો મળી છે જે હજાર વર્ષ જુની છે  જ્યારે મસ્જિદ માત્ર સાડા ત્રણસો વર્ષ જૂની છે.

32 શિલાલેખો સહિત ભોંયરામાં હિંદુ-દેવતાઓની મૂર્તિઓ મળી 
જ્ઞાનવાપીની પશ્ચિમી 32 શિલાલેખો મળી આવ્યા છે જે એક જૂના હિન્દુ મંદિરના છે. દેવનાગરી લખાણ, તેલુગુ કન્નડના શિલાલેખો મળી આવ્યા છે. સર્વે દરમિયાન, એક પથ્થર મળી આવ્યો, એક શિલાલેખ મળી આવ્યો, જેનો તૂટેલો ભાગ પહેલેથી જ એએસઆઈ પાસે હતો. પહેલાના મંદિરના થાંભલાનો ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો છે. ભોંયરામાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી છે, જેને ભોંયરાની નીચે માટીથી લાદી દેવાઈ હતી. પશ્ચિમી દિવાલ એ હિન્દુ મંદિરનો એક ભાગ છે તે પુષ્કળ સ્પષ્ટ છે. 

ASIએ કેમ કર્યો હતો સર્વે 
ASIએ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા જ્ઞાનવાપી પરિસરનો 3 મહિના વૈજ્ઞાનિક સર્વે કર્યો હતો. 17મી સદીની આ મસ્જિદનું નિર્માણ  હિન્દુ મંદિરના અગાઉથી અસ્તિત્વમાં રહેલા માળખા પર તો નથી કરવામાં આવ્યુંને તે વાત શોધી કાઢવા માટે આ સર્વે કરાયો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસી જિલ્લા અદાલતના આદેશને માન્ય રાખ્યો હતો અને ચુકાદો આપ્યો હતો કે આ પગલું "ન્યાયના હિતમાં જરૂરી" છે અને આ વિવાદમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોને ફાયદો થશે તે પછી આ સર્વેક્ષણ શરૂ થયું હતું.
અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી સમિતિએ આ આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ઓગસ્ટમાં એએસઆઈ સર્વે અંગે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો હતો.

જ્ઞાનવાપી મસ્જિદ અંગે વિવાદ શું છે?
જ્ઞાનવાપી વિવાદને લઈને હિન્દુ પક્ષ કહે છે કે વિવાદિત માળખાની નીચે 100 ફૂટ ઊંચુ આદિ વિશ્વેશ્વરનું સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે. કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ લગભગ 2050 વર્ષ પહેલા મહારાજા વિક્રમાદિત્યએ કરાવ્યું હતું, પરંતુ મુગલ સમ્રાટ ઔરંગઝેબે વર્ષ 1664માં મંદિર તોડી નખાવ્યું હતું. દાવામાં કહેવાયું છે કે મસ્જિદનું નિર્માણ મંદિરને તોડીને તેની ભૂમિ પર કરાયુ છે જે હવે જ્ઞાનવાપી મસ્જિદના નામે ઓળખાય છે.

અરજદારોની શું હતી દલીલો 
અરજદારે માગણી કરી હતી જ્ઞાનવાપી પરિસરનું પુરાતાત્વિક સર્વેક્ષણ કરી એ જાણકારી મેળવવામાં આવે કે જમીનની અંદરના ભાગમાં મંદિરના અવશેષ છે કે નહીં. વિવાદિત માળખાની ફર્શ તોડીને પણ જાણવામાં આવે કે 100 ફૂટ ઊંચું જ્યોતિર્લિંગ સ્વયંભૂ વિશ્વેશ્વરનાથ પણ ત્યાં છે કે નહીં. મસ્જિદની દિવાલોની પણ તપાસ કરીને જાણકારી મેળવવામાં આવે કે તે મંદિરની છે કે નહીં. અરજદારનો દાવો છે કે કાશી વિશ્વનાથ મંદિરના અવશેષોની પર જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ થયું હતું. આ દલીલો બાદ કોર્ટે પુરાતત્વ ખાતાને જ્ઞાનવાપીનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ