બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / High Command in action as Shaktisinh Gohil gets command: Senior Congress leaders face Delhi

રાજકારણ / શક્તિસિંહ ગોહિલને કમાન મળતા જ હાઇકમાન્ડ એક્શનમાં: કોંગ્રેસના સિનિયર નેતાઓને આવ્યું દિલ્હીનું તેડું, ઘડાશે રણનીતિ

Malay

Last Updated: 01:54 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસની કમાન મળતા ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને હાઈકમાન્ડનું તેડું આવ્યું છે.

  • ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને દિલ્હીનું તેડું
  • પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓને હાઈકમાન્ડનું તેડું
  • 22 જૂને રાહુલ ગાંધી સાથે કરશે મુલાકાત

તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરબદલ થયો છે. હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસની સુકાન શક્તિસિંહ ગોહિલના હાથમાં આપવામાં આવી છે. વાત જાણે એમ છે કે, છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશને લઈને ચર્ચા ચાલી રહી હતી. પ્રમુખ પદ માટે અનેક નેતાઓના નામની ચર્ચા ચાલી રહી હતી. જે બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપતા તમામ ચર્ચાઓનો અંત આવ્યો હતો. શક્તિસિંહને ગુજરાત કોંગ્રેસની કમાન મળતા હવે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. 

કોંગ્રેસે વધુ 33 ઉમેદવારની યાદી કરી જાહેર, મેવાણીને વડગામ, ગેનીબેનને વાવથી  ટિકિટ, જુઓ આખુંય લિસ્ટ | Congress announced the sixth list of candidates
ફાઈલ ફોટો

સિનિયર નેતાઓને હાઈકમાન્ડનું તેડું 
ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓને હાઈકમાન્ડનું તેડું આવ્યું છે. આગામી 22 જૂને પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિલ્હીના દરબારમાં લોકસભાની ચૂંટણી અંગે ગુજરાત માટે રણનીતિ ઘડવામાં આવશે. 

લોકસભા ચૂંટણી માટે ઘડાશે રણનીતિ
દિલ્હી ખાતે સિનિયર નેતાઓ વચ્ચે તાલમેલ કરવા બેઠક મળશે. આગામી 22 જૂનના રોજ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સુખરામ રાઠવા, અમિત ચાવડા અને પરેશ ધાનાણી દિલ્હી જશે. જ્યાં તેઓ રાહુલ ગાંધી સાથે બેઠક કરશે. 

ફાઈલ ફોટો

દિલ્હીથી લેવાયો હતો નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ ગુજરાતના કોંગી નેતાઓની હાઇકમાન્ડ સાથે મહત્વની બેઠક થઈ હતી. આ બેઠકને લઈ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ દિલ્હી ગયા હતા હતાં. જે બાદ શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

શક્તિસિંહ ગોહિલ સામે પડકાર શું?
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને બેઠી કરવી છે. ત્યારે કાર્યકરોમાં વિશ્વાસ જગાવવો. તેમજ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન છે. કોંગ્રેસમાં નવા અને યુવા ચહેરાઓને લાવવા. તેમજ બુથ સ્તરનું સંગઠન મજબૂત કરવું. ચૂંટાયેલા પ્રતિનિધિઓને પક્ષ છોડી જતા રોકવા અને પ્રદેશ કોંગ્રેસની જૂથબંધીના ખાળવી. આગામી સમયમાં 2 જિલ્લા પંચાયત તેમજ 70 નગરપાલિકાની ચૂંટણી મહત્વનો ટાસ્ચ છે. તમામ કાર્યકરો ટીમ કોંગ્રેસ બનીને કામ કરે તે મહત્વનું છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ