બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy to very heavy rains in the state today, more rain forecast for the next 3 days by the Meteorological Department
ADVERTISEMENT
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. પરંતુ આજે આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
ADVERTISEMENT
આ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.

ADVERTISEMENT
સૌરાષ્ટ્રના આ વિસ્તારોને ધમરોળી શકે છે મેઘરાજા
જ્યારે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે.
.jpg)
ADVERTISEMENT
11 અને 12 જુલાઈએ આ વિસ્તારોમાં વરસાદની સંભાવના
તો આવતીકાલે એટલે કે મંગળવારે આણંદ, ભરૂચ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી છે. બુધવારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી છે.
ખેડૂતોમાં ખુશીનો માહોલ
અત્રે ઉલ્લેકનીય છે કે, રાજ્ય પર બનેલી ત્રણ જેટલી સિસ્ટમના કારણે ગુજરાતભરમાં મેઘ મહેર થઈ રહી છે. વરસાદના બીજા રાઉન્ડમાં ગુજરાતના મોટાભાગના જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે મોટા ભાગના જિલ્લામાં ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો છે. ચાલુ વર્ષે ચામાસાની શરૂઆતમાં રાજ્યભરમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.