બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy to very heavy rain forecast in Gujarat: Meteorological department issues red, yellow and orange alert

'ભારે' આગાહી / ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર

Malay

Last Updated: 02:37 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorological Department's Rain Forecast: આજે કચ્છ, મોરબી અને પાટણમાં અતિથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કહ્યું કે અમદાવાદમાં બે દિવસ પડશે સામાન્ય વરસાદ.

  • હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • દક્ષિણ રાજસ્થાન સર્ક્યુલેશન પશ્ચિમ રાજસ્થાન આવ્યું
  • કચ્છ અને મોરબીમાં અતિથી અતિભારે વરસાદની આગાહી

Meteorological Department's Rain Forecast: ચાલુ સપ્ટેમ્બર મહિનામાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. સતત વરસાદના કારણે નદીઓ અને નાળાંઓ છલકાઈ રહ્યા છે. રાજ્યના ઘણા શહેરોમાં શાળા-કોલેજો બંધ છે. લોકોની હાલત ઘણી કફોડી બની છે. આવા વિષમ સંજોગો વચ્ચે મેઘરાજાની નોન સ્ટોપ બેટિંગ ચાલુ રહેવાની છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં કચ્છ, પાટણ અને મોરબીમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

આજે પણ મેહુલિયો કરશે ગર્જના
રાજ્યના અનેક સ્થળોમાં આકાશી આફત સર્જનાર મેહુલિયો આજના ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવારના દિવસે પણ ભારે ગર્જના કરવાનો છે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર, આજે ત્રણ જિલ્લાઓમાં અતિભારે વરસાદની પડવાની શક્યતા છે. જેમાં કચ્છ, પાટણ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. આજે કચ્છ અને મોરબીમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આવતીકાલે આ વિસ્તારમાં ખાબકશે ભારે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બે દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં બંને દિવસ સામાન્ય વરસાદ આગાહી કરાઇ છે. આવતીકાલે 20 સપ્ટેમ્બરનાં રોજ કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 19 અને 20 સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ 2 દિવસમાં એટલે કે 19 અને 20મી સપ્ટેમ્બરે 20થી 30 સેમી વરસાદ થઈ શકે છે. ભારે વરસાદના કારણે દક્ષિણ રાજસ્થાનની નદીઓમાં પૂરની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન બનાંસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. 

અંબાલાલની મોટી આગાહી : આગામી આટલા કલાક ગુજરાત માટે ભારે, જુઓ ક્યાં પડશે  વરસાદ| Meteorologist Ambalal Patel has forecast heavy rains in Gujarat

'બે દિવસ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી'
તેઓએ જણાવ્યું કે, આ બે દિવસ દરમિયાન થરાદ, વાવ, કાંકરેજ, રાધનપુર, સાંતલપુર, સુઈગામમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો થશે. આ ઉપરાંત સાબરમતી નદીનું જળસ્તર પણ વધી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બે દિવસ દરમિયાન કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જામનગરના પોરબંદર, દ્વારકાના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

24 કલાકમાં 248 તાલુકાઓમાં નોંધાયો વરસાદ
ગાંધીનગર સ્ટેટ ઈમર્જન્સી કંટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 14 કલાકમાં રાજ્યના કુલ 248 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે મેંદરડામાં પોણા 8 ઇંચ, રાધનપુરમાં 6.5 ઇંચ, બેચરાજીમાં સવા 6 ઈંચ, વંથલીમાં 6 ઈંચ, મહેસાણા અને ભાભરમાં પોણા 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત દિયોદર, બગસરા, ડીસા અને જૂનાગઢમાં સવા 4 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પોણા 4 ઇંચ, વિસનગર, વડગામ અને માળીયા હાટીનામાં 3.5 ઇંચ, ચાણસ્મા, રાપર, હળવદ અને દાંતીવાડામાં 3.5 ઇંચ, થરાદ અને તાલાલામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો કેટલીક જગ્યાએ નદીઓમાં ઘોડાપૂર આવતા નદીકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ