બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rain forecast in Gujarat today as low pressure forms in East Madhya Pradesh,

ભાદરવો ભરપૂર / ગુજરાત માટે હજુ 4 દિવસ અતિભારે: 40 કિમીની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, સૌરાષ્ટ્રવાસીઓ એલર્ટ!

Malay

Last Updated: 08:12 AM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain Forecast In Gujarat: પૂર્વી મધ્યપ્રદેશમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

  • આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી 
  • 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના 
  • સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 

Rain Forecast In Gujarat: ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. શનિવાર રાતથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. પૂર્વી મધ્યપ્રદેશમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા જિલ્લાના અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે 18 સપ્ટેમ્બર સોમવારના રોજ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. નર્મદા નદીમાં વધતા જતા જળસ્તરને જોતા કાંઠાના અનેક ગામોને એલર્ટ કરાયા છે. આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 

ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, દાદરાનગર હવેલી અને દાહોદમાં વરસાદની આગાહી છે.  પંચમહાલ, વડોદરા, પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવના છે. 

18 સપ્ટેમ્બરે આ ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા 18 સપ્ટેમ્બરે એટલે કે આજે ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા, સાંબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

19 સપ્ટેમ્બરે કચ્છ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
19 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 20મી તારીખ એટલે કે, બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. એટલે કચ્છમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

East Madhya Pradesh Gujarat today heavy rain forecast rain in gujarat weather Forecast ગુજરાતમાં વરસાદ ધોધમાર વરસાદની આગાહી ભાદરવામાં વરસાદ ભારે વરસાદ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રવાસીઓ એલર્ટ! rain forecast in gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ