બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Heart disease on the rise among young people alarming, shocking angiography figures reveal

VTV રિયાલિટી ચેક / ક્યારેક દાંડિયા રમતા તો ક્યારેક ક્રિકેટ રમતા... યુવાનોમાં વધતા હૃદય રોગના કિસ્સા ચિંતાજનક, સામે આવ્યાં એન્જિયોગ્રાફીના ચોંકાવનારા આંક

Priyakant

Last Updated: 04:08 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTV Reality Check News: યુવાનોમાં પુરપાટ ઝડપે વધી રહી છે હ્રદય રોગની બિમારી, એન્જોગ્રાફી સારવારના આંકડાઓ જોઇને આંખો પહોળી થઇ જશે, યુવાનોમાં વધતો સાયલન્ટ કિલર રોગ ચિંતાજનક

  • યુવાનોમાં વધતો સાયલન્ટ કિલર રોગ ચિંતાજનક
  • 25થી 45 વર્ષના યુવાનોમાં હ્રદયરોગનું પ્રમાણ વધારે
  • સામે આવ્યાં એન્જિયોગ્રાફીના ચોંકાવનારા આંકડા 

VTV Reality Check : છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હૃદય રોગના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. આ દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ આવા બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કિસ્સાઓ પરથી યુવાનોમાં હ્રદય રોગની સમસ્યા કેટલી વધી રહી છે તે અંગેનો અંદાજ આવી રહ્યો છે. આ તરફ હવે મીડિયાની તપાસમાં જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે  ખરેખર ચોંકાવનારા છે. વાત જાણે એમ છે કે, છેલ્લા બે વર્ષમાં રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલોમાં હ્રદય રોગથી પિડીતા યુવાનોના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. જે ખરેખર ચિંતાજનક કહી શકાય. 

ગુજરાતમાં ક્યારેક દાંડિયા રમતા, ક્યારેક ક્રિકેટ રમતાં તો ક્યારેક જીમમાં કસરત કરતા હ્રદય બેસી જવાન બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. આજકાલ યુવાનોમાં સાયલન્ટ કિલરને કારણે યુવાનોના મોતની ઘટનાઓ વધી રહી છે. નાની ઉંમરમાં હ્રદય રોગના કારણે અનેક પરિવારો વેર વિખેર થઇ રહ્યા છે. રાજકોટ સહિત ગુજરાતભરમાં હાર્ટ એટેકને કારણે યુવાનોના મોત થઇ રહ્યા છે. આ એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં યુવકનું તત્કાલ મૃત્યુ થઇ રહ્યું છે. 

મીડિયાના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા આંકડા 
રાજકોટની હોસ્પિટલોમાં હ્રદય રોગના દર્દીઓની સંખ્યાને લઇને મીડિયાએ રિયાલીટી ચેક કર્યું હતું. જોકે આ દરમિયાન અનેક ચોંકાવનારી હકિકતો સામે આવી છે. આ તરફ હ્રદય રોગના નિષ્ણાંત તબીબોના કહેવા પ્રમાણે યુવાનોમાં હ્રદય રોગની બિમારી ખુબ જ મોટા પ્રમાણમાં વધી છે. ખાસ કરીને 25 વર્ષથી લઇને 45 વર્ષ સુધીના યુવાનોમાં હ્રદય રોગનું પ્રમાણ ખુબ જ વઘી રહ્યું છે. 

રાજકોટ હોસ્પિટલના આંકડાઓ 

હોસ્પિટલ એન્જિયોગ્રાફી(વાર્ષિક એન્જોપ્લાસ્ટી
સ્ટર્લિંગ 7000-8000 2000- 3000
વોકહાર્ટ 6000-7000 2000-3000
ઓલમ્પસ 3000-3500 1000-1500

આ આંકડાઓ માત્ર દાખલારૂપ છે આ ઉપરાંત શહેરની અન્ય હોસ્પિટલનો આંકડો જોઇએ તો વર્ષ દરમિયાન એક લાખથી વધારે યુવાનોને નાની ઉંમરમાં હ્રદય રોગની સમસ્યા ઉભી થઇ રહી છે અને તેની એન્જિયોગ્રાફી કરાવવાની ફરજ પડી રહી છે.જેમાં કોઇ નળી બ્લોક આવે તો તેની એન્જોપ્લાસ્ટી કરીને સ્ટેન બેસાડવું પડે છે. તબીબો માની રહ્યા છે કે, છેલ્લા બે વર્ષની સરખામણી કરીએ તો આ આંકડામાં 50 ટકાનો વધારો છે. યુવાનોમાં 25 થી 40 વર્ષની ઉંમરમાં કુલ આંકડાના 25 ટકા જેટલો વધારો છે તો 40 થી 50 વર્ષની ઉંમરમાં કુલ આંકડાના 40 ટકા જેટલો વધારો છે. નિષ્ણાંત તબીબોનું માનીએ તો સામાન્ય રીતે આપણે 50 થી 60 વર્ષે તબીબી પરીક્ષણ કરાવતા હતા તે આજના સમયમાં 40 થી 50 વર્ષની ઉંમરે ફરજીયાત થઇ ગયું છે.

કોરોના-યુવાનોની જીવનશૈલી હ્રદય રોગ માટે જવાબદાર-ડો.મિહીર તન્ના
નિષ્ણાંત તબીબ ડો.મિહીર તન્નાના કહેવા પ્રમાણે હ્રદય રોગના કેટલાક કારણો છે. જેમાં કોરોના વાયરસ, વ્યસન, માનસિક તણાવ અને ફાસ્ટફૂડનો સમાવેશ થાય છે. 

  • કોરોના વાયરસ: તબીબોના કહેવા પ્રમાણે જે દર્દીઓને કોરોનામાં ગંભીર અસર થઇ હતી અને તેઓનો જીવ બચી ગયો હતો તેવા દર્દીઓને આજે પણ કેટલીક સમસ્યાઓ રહી છે જેના કારણે હ્રદયની બિમારી થઇ રહી છે.
  • વ્યસન: યુવાનોમાં વ્યસનનું પ્રમાણ ખુબ જ વધારે છે.તમાકુ,સ્મોકિંગ અને દારૂના સેવનને કારણે યુવાનોમાં  હ્રદય રોગનું જોખમ વધી રહ્યું છે.
  • માનસિક તણાવ: આજકાલની લાઇફ સ્ટાઇલ એ પ્રકારની છે કે યુવાનો માનસિક તણાવમાં જીવી રહ્યા છે જેના કારણે યુવાનોમાં હ્રદય રોગની શક્યતાઓ વધી રહી છે.
  • ફાસ્ટફુડ: યુવાનો સૌથી વધારે ફાસ્ટફુડ ખાઇ રહ્યા છે જેના કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખુબ જ વધારે છે પરિણામે યુવાનોમાં હ્રદય રોગની શકયતાઓ વધી રહી છે.

સરકાર દ્રારા તપાસ કમિટીની રચના થવી જોઇએ: કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા
આ તરફ વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા કોંગ્રેસ દ્રારા સરકાર પાસે તપાસ કમિટીની રચના કરવાની માંગ કરી છે. કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ દાવો કર્યો છે કે, રાજ્યમાં દરરોજ બે થી ત્રણ યુવાનો હ્રદયરોગના હુમલાને કારણે મૃત્યુ પામે છે ત્યારે સરકારે આ મુદ્દે નિષ્ણાંત તબીબોની તપાસ ટીમની રચના કરવી જોઇએ. સરકારે લોકો હ્રદય રોગથી બચે તે માટે ખાસ ગાઇડલાઇન પણ બહાર પાડવી જોઇએ. યુવાનોમાં વધતા જતા હ્રદય રોગના કિસ્સાઓ ચિંતાજનક છે. કેટલાક લોકોને હ્રદયરોગની અસર થતાની સાથે જ તબીબી સારવાર લઇ રહ્યા છે જેના કારણે તેનો જીવ બચી જાય છે. નિષ્ણાંત તબીબો દ્રારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, દરેક વ્યક્તિએ પોતાના આહાર,વ્યવહાર અને વિચારમાં પરિવર્તન લાવીને શરીરનું ધ્યાન રાખવું જોઇએ જેથી હ્રદય રોગના હુમલાથી બચી શકાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ