બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Tips weight loss to prevent dehydration know health benefits of buttermilk
Last Updated: 04:51 PM, 27 March 2024
ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે એવામાં લોકો પોતાને તાપ, ગરમી અને ડિહાઈડ્રેશનના સાઈડ ઈફેક્ટથી બચાવવા માટે ડાયેટમાં ઘણા પ્રકારના પીણાને શામેલ કરે છે. જેમાં ઘણી વખત સોફ્ટ ડ્રિંક્સને પણ શામેલ કરે છે. જોકે ગરમીથી બચવા માટે રોજ એક સોફ્ટ ડ્રિંક્સનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાન કારક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
એવામાં બોડીને કૂલ રાખવા અને સ્વસ્થ્ય રાખવા તમે પોતાની ડાટેયમાં રોજ એક ગ્લાસ છાશને શામેલ કરી શકો છો. છાશ પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફોરસનો સારો સોર્સ છે. તેમાં ફેટ અને કેલેરી ખૂબ જ ઓછી મળે છે. ઉનાળામાં છાશનું સેવન રાહત આપે છે. છાશ પીવાથી ઘણા ગજબના ફાયદા મળે છે. જાણો તેના વિશે.
ADVERTISEMENT
છાશ પીવાથી સ્વાસ્થ્યને મળે છે આ ફાયદા
પાચન રહે છે તંદુરસ્ત
ઉનાળામાં મોટાભાગે લોકો પેટ સાથે જોડાયેલી સમસ્યાઓથી વધારે પરેશાન રહે છે. જેનાથી બચવા માટે તમે છાશનું સેવન કરી શકો છો. છાશનું સેવન પાચન તંત્રને સ્વસ્થ્ય બનાવવામાં મદદ કરે છે. મસાલા છાશ પીવાથી પેટમાં દુખાવો, સોજો અને ઝાડામાં રાહત મળે છે. છાશમાં રહેલું પાણી શરીરમાં પાણીની કમીને દૂર કરે છે. જેનાથી ડિહાઈડ્રેશન નથી થતુ.
ડિહાઈડ્રેશન
ઉનાળામાં શરીરમાં પાણીની કમીને દૂર કરવા માટે તમે છાશનું સેવન કરી શકો છો. છાશ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં મીઠુ, ખાંડ, ફૂદીનો નાખીને પીવાથી ડિહાઈડ્રેશન, ઝાડા અને ગરમીથી બચી શકાય છે.
એસિડિટી
ઉનાળામાં ઘણી વખત વધારે પ્રમાણમાં ઓયલી, સ્પાઈસી અને ફ્રાઈડ વસ્તુઓ ખાવાથી પાચનતંત્ર બગડી શકે છે. જો તમને આવું ભોજન કરવાથી એસિડિટી, પેટમાં બળતરાની ફરિયાદ રહે છે તો તમે છાશનું સેવન કરી શકો છો. ભોજન બાદ છાશનું સેવન કરવાથી એસિડિટી અને પેટમાં થતી બળતરામાં રાહત મળી શકે છે.
સ્થૂળતા
જો તમે સ્થૂળતાથી પરેશાન છો તો દરરોજ છાશનું સેવન કરો. છાશમાં કેલેરી અને ફેટનું પ્રમાણ ઓછુ હોય છે. ઉનાળામાં તેનું સેવન કરવાથી ફેટને ઝડપથી બર્ન કરી શકાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.