બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / symptoms of pyorrhea try these home remedies to get rid of pyorrhea
ઘણી વખત લોકોના મોંઢામાંથી ખૂબ જ વધારે દુર્ગંધ આવે છે જેના કારણે તેમને બીજાની સામે શરમમાં મુકાવવું પડે છે. તમને જણાવી દઈએ કે દાંતમાં દુખાવો અને મોંઢામાંથી દુર્ગંધ આવવા પાછળના કારણોમાંથી એક હોઈ શકે છે પાયરિયા. પાયરિયા પેઢાની એક ખૂબ જ ગંભીર બીમારી છે. આ બીમારીમાં તમારા દાંત ધીરે ધીરે કમજોર થઈને સડવા લાગે છે. જાણો તેનાથી કેવી રીતે છુટકારો મેળવી શકો.
ADVERTISEMENT

શું છે પાયેરિયા?
જો દાંતને સારી રીતે સાફ ન કરવામાં આવે તો દાંતની નીચે બેક્ટેરિયા જમા થવા લાગે છે ધીરે-ધીરે દાંતોને પોલા કરી નાખે છે. ધીરે ધીરે આ બેક્ટેરિયા પેઢાને કમજોર કરી નાખે છે અને જડબાના હાડકાને ઓગાળવા લાગે છે. આ કારણે હાડકા ધીરે ધીરે ઓગળવાના શરૂ થઈ જાય છે. આ સ્થિતિને પાયેરિયા કહેવાય છે.
ADVERTISEMENT
પાયેરિયાના લક્ષણ
ADVERTISEMENT

પાયેરિયામાં ફાયદાકારક છે હળદર
પાયેરિયાની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે હળદર ખૂબ જ ફાયદાકારક છે. હળદરમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, એન્ટી-બેક્ટેરિયાલ, એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટીસેપ્ટિક ગુણ મળી આવે છે જે પાયેરિયાની સમસ્યાથી છુટકારો આપે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ઉનાળામાં આ ફળોનું સેવન દૂર કરશે યુરિન ઈન્ફેક્શન, શરીરમાં પાણીની કમી પણ નહીં થવા દે
આ રીતે કરો હળદરનો ઉપયોગ
થોડી હળદરમાં સરસવનું તેલ મિક્સ કરીને દાંતો અને મસલ્સમાં હલકા હાથથી મસાજ કરો. તેના બાદ હુંફાળા પાણીથી કોગળા કરો.
એક બાઉલમાં ત્રિફળા, હળદર, સરસવનું તેલ અને સિંધાલુ મીઠુ બરાબર પ્રમાણમાં લઈને મિક્સ કરો. આ મિક્સરને દાંતો અને મસલ્સમાં લગાવીને મસાજ કરો.
1 કપ સાફ પાણીમાં 1 ટીસ્પૂન લવિંગ અને 1 ટીસ્પૂન હળદર પાવડર ધીમી ફ્લેમ પર 10-15 મિનિટ સુધી ઉકાળો. આ પાણીથી કોગળા કરો.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.