બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Tips best pulses to strong heart boost energy lentils tuver mag adad daal

આરોગ્ય / શું થોડું ચાલતા જ તમને હાંફ ચઢી જાય છે? તો આજથી શરૂ કરો આ 3 પ્રકારની દાળનું સેવન, હાર્ટ રહેશે હેલ્ધી

Arohi

Last Updated: 08:18 AM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

How To Make Heart Strong: હાર્ટ હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અમુક લોકો થોડા દૂર ચાલતા જ હાંફવા લાગે છે. માટે આવા લોકોએ પોતાનું હાર્ટ મજબૂત કરવાની જરૂર છે.

  • થોડુ ચાલવામાં પણ ચડી જાય છે હાંફ? 
  • હાર્ટ હેલ્થનું રાખો ખાસ ધ્યાન 
  • આજથી શરૂ કરો આ 3 પ્રકારની દાળનું સેવન

હાર્ટને મજબૂત કરવા માટે તેનો કોઈ ફોર્મુલા નથી. કુદરતી રીતે તમારૂ હાર્ટ મજબૂત થાય છે પરંતુ જો તમે શારીરિક શ્રમ નથી કરતા અને અનહેલ્ધી ભોજન કરો છો તો તમારૂ હાર્ટ કમજોર થઈ શકે છે. ઘણી વખત અમુક લોકો થોડુ ચાલીને પણ થાકી જાય છે. આવી સ્થિતિમાં હાર્ટમાં વધારે ક્ષમતા નથી હોતી. માટે ધીરે ધીરે હાર્ટની ક્ષમતાને વધારવાની હોય છે. 

હાર્ટને મજબૂત બનાવવા માટે સૌથી પહેલા હેલ્ધી ડાયેટની જરૂર હોય છે. બ્રિટિશ હેલ્થ ફાઉન્ડેશન અનુસાર દાળ પ્રોટીનનું સૌથી સારૂ સ્ત્રોત છે અને તેના ફાયદા હજારો રૂપિયા વાળી વસ્તુઓથી ખૂબ વધારે છે. દાળમાં પર્યાપ્ત પ્રમાણમાં પ્રોટીન, ફાઈબર અને લો ફેટ હોય છે. આ કારણે આ હાર્ટને મજબૂત બનાવવામાં મદદ કરે છે. 

હાર્ટ માટે આ 5 વસ્તુઓ 

મસૂર દાળ 
દાળ એક પ્રકારના સીડ્સ એટલે કે બીજ છે માટે તેમાં જે તત્વ હોય છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. દાળમાં મસૂરની દાળ ખૂબ જ પૌષ્ટિક અને શક્તિ આપનાર છે. મસૂરની દાળ પોષક તત્વોનો ખજાનો હોય છે. 

મસૂરની દાળમાં ધણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. મસૂરની દાળમાં કેલ્શિયમ અને ડાયટ્રી ફાઈબર પણ પર્યાપ્ત પ્રમાણમાં હોય છે. માટે મસૂરની દાળ હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને ઘટાડે છે. 

તૂવેર દાળ 
તૂવેરની દાળમાં પર્યાપ્ત પ્રમાણમાં એમિનો એસિડ મળી આવે છે. એમિનો એસિડ પ્રોટીનનું બિલ્ડિંગ બ્લોક હોય છે. શરીરને દરરોજ એમિનો એસિડની જરૂર પડે છે. ખાસ કરીને હાર્ટને. માટે અડદની દાળ હાર્ટના મસલ્સને મજબૂત કરે છે. 

અડદની દાળ 
અડદની દાળ પણ ખૂબ જ પૌષ્ટિક હોય છે. લોકો અડદની દાળનું સેવન ઓછુ કરે છે પરંતુ તે પૌષ્ટિક તત્વોનો ખજાનો હોય છે. અડદની દાળમાં સોલ્યુબલ ડાયટ્રી ફાઈબર હોય છે જે હાર્ટ માટે સારૂ માનવામાં આવે છે. અડદની દાળનું સેવન સ્કિનમાં ગ્લો લાવે છે અને ઈમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ