બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Health system alert as Corona makes entry in Gujarat, order to emphasize testing to all districts

એલર્ટ / ગુજરાતમાં કોરોનાએ એન્ટ્રી મારતા આરોગ્ય તંત્ર એલર્ટ, તમામ જિલ્લાઓને ટેસ્ટિંગ પર ભાર આપવા આદેશ

Priyakant

Last Updated: 11:39 AM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Corona Case Latest News: કેન્દ્ર સરકારના આદેશ પગલે રાજ્ય આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું, આરોગ્ય વિભાગનો તમામ જિલ્લાઓમાં પત્ર

  • કોરોના કેસમાં વધારો આરોગ્ય વિભાગ સતર્ક 
  • આરોગ્ય વિભાગનો તમામ જિલ્લાઓમાં પત્ર
  • ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રિટમેન્ટ પર ભારની સૂચના 
  • કેન્દ્રના આદેશને પગલે આરોગ્ય વિભાગ એલર્ટ 

Gujarat Corona Case : રાજ્યમાં વધતા કોરોના કેસોને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. વાત જાણે એમ છે કે, રાજ્યના આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવા સુચના આપવામાં આવી છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારના આદેશ પગલે રાજ્ય આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. આ તરફ રાજ્યમાં છે. તંત્ર દ્વારા કોરોનાનુ રેન્ડમ ટેસ્ટીંગ કરવા તૈયારી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. 

દેશમાં ફરી એકવખત ગુજરાત સહિતના રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે અમદાવાદમાં પણ કોરોનાના સંભવિત આક્રમણ સામે આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. જેને લઈ  આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓમાં પત્ર લખ્યો છે.  જેમાં ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવા સુચના અપાઈ છે. મહત્વનું છે કે, લાંબા સમય બાદ ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે.  મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બંને દર્દીઓ દક્ષિણ ભારતની યાત્રા કરીને આવ્યાં હતા. હાલ આ બંનેના સેમ્પલ જિનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા  છે, જે રિપોર્ટ આવ્યાં બાદ વેરિએન્ટની જાણકારી મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ