બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / health natural drinks for pregnant women in summer for hydration

હેલ્થ ટિપ્સ / ગર્ભવતી મહિલાઓ માટે આ 4 નેચરલ ડ્રિંક્સ છે રામબાણ ઇલાજ, સેવન કરવાથી બૉડી રહેશે હાઇડ્રેટ

Arohi

Last Updated: 09:37 AM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Drinks For Pregnant Women: ઉનાળામાં સ્વાસ્થ્યની દેખરેખ રાખવી જરૂરી છે. કારણ કે આ દિવસોમાં શરીરમાં પાણીની કમી થઈ જાય છે. જણાવી દઈએ કે ઉનાળામાં આપણું શરીર તાપમાનને જાળવવા માટે પાણીના રૂપમાં પસેવો બહાર કાઢે છે. તેના કારણે શરીરમાં પાણીની કમી થઈ જાય છે.

  • ઉનાળામાં શરીરમાંથી પાણી થઈ જાય છે ઓછુ 
  • ગર્ભવતી મહિલાઓએ સ્વાસ્થ્યની દેખરેખ રાખવી જરૂરી 
  • આ 4 નેચરલ ડ્રિંક્સનું કરો સેવન 

ઉનાળામાં એક સ્વસ્થ્ય વ્યક્તિની તુલનામાં ગર્ભવતી મહિલાઓને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન વધારે રાખવું પડે છે. એવામાં જરૂરી છે કે જરૂરી માત્રામાં પાણી પીવામાં આવે. પરંતુ શું તમે જાણો છો કે 4 નેચરલ ડ્રિંક્સ પણ શરીરમાં પાણીની કમીને પુરી કરવામાં મદદ કરે છે. આવો જાણીએ તેના વિશે. 

નારિયેળ પાણી 
ઉનાળામાં ગર્ભવતી મહિલાઓ માટે પાણી ઉપરાંત નારિયેળ પાણી ખૂબ જ સારો ઓપ્શન છે. તેના નિયમિત સેવનથી શરીરમાં પાણીની પૂર્તિ થવાની સાથે જ જરૂરી પોષક તત્વો પણ મળે છે. જણાવી દઈએ કે નારિયેળ પાણીમાં ઈલેક્ટ્રોલાઈટ સહિત ઘણા પોષક તત્વો મળી આવે છે. જે ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. 

લીંબૂ પાણી 
ઉનાળામાં જરૂરી પ્રમાણમાં પાણી પીવુ ખૂબ જ જરૂરી છે. જોકે ઘણા લોકોને સાદુ પાણી નથી ભાવતું. એવામાં જરૂરી છે કે તમે લીંબૂ પાણીનું સેવન કરો. તેનું સેવન ગર્ભવતી મહિલાઓ માટે સારૂ માનવામાં આવે છે. 

ફળોનો જ્યૂસ 
ઉનાળામાં પોતાને હાઈડ્રેટ રાખવા માટે લોકો ઘણા પ્રકારની વસ્તુઓને પોતાની ડાયેટમાં શામેલ કરી શકે છે. પરંતુ ફળોનો જ્યુસ પણ સારો વિકલ્પ છે. જણાવી દઈએ કે ઉનાળામાં મળતા પાણીથી ભરેલા ફળ જેવા કે તરબૂચ વગેરેનું સેવન કરવું પણ ગર્ભવતી મહિલાઓના શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી ઘણા પોષક તત્વ પણ મળે છે. 

શાકભાજીનો જ્યુસ 
ઉનાળામાં પોતાને હાઈડ્રેટેડ રાખવા માટે શાકભાજીનો જ્યુસ સારો વિકલ્પ છે. જણાવી દઈએ કે ખીરા, ટામેટા સહિત ઉનાળામાં ઘણા શાકભાજીમાં પાણી જરૂરી માત્રામાં મળી આવે છે. પોષક તત્વોથી ભરપૂર આ શાકભાજીના જ્યૂસનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારૂ રહે છે. જો તમે ઈચ્છો તો આ શાકભાજીના સલાડનું પણ સેવન કરી શકો છો. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ