બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / health benefits of sleeping on terrace in summer

હેલ્થ / ગરમીની સિઝનમાં ધાબા પર સૂવું ખૂબ જ ફાયદાકારક, ઇમ્યુનિટી બૂસ્ટથી લઇને સ્વાસ્થ્યને થશે 5 મોટા ફાયદા

Arohi

Last Updated: 09:12 AM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Benefits Of Sleeping On Terrace: ઉનાળામાં છતનું તાપમાન સામાન્ય હોય છે. એવામાં છત પર સુવાથી ઘણી બિમારીઓથી પણ રાહત મળે છે.

  • ઉનાળામાં ધાબા પર સુવાના છે ઘણા ફાયદા
  • છત પર સુવાથી ઘણી બિમારીઓ થાય છે દૂર 
  • સ્વાસ્થ્યને થશે આ 5 મોટા ફાયદા

ભારતમાં મે-જૂનની ગરમીમાં રાહત મેળવવા માટે લોકો છત પર સુવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે છત પર સુવાના ખૂબ જ ફાયદા છે. તેનાથી ઘણી બિમારીઓથી રાહત પણ મળી શકે છે. આવો જાણીએ છત પર કે ખુલા આકાશની નીચે સુવાના ફાયદાઓ વિશે. 

છત પર સુવાના 5 મોટા ફાયદા 
ઈમ્યુનિટી બૂસ્ટ 

એક રિપોર્ટ અનુસાર છત પર સુવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. જણાવી દઈએ કે વ્યક્તિ માટે ખૂબ વધારે ઠંડુ કે ગરમ તાપમાન ઈમ્યુનિટી પર ખરાબ અસર કરે છે. એવામાં ઉનાળામાં છતનું તાપમાન સામાન્ય હોય છે. માટે આવી સ્થિતિમાં જો તમે છત પર કે ખુલ્લા આકાશમાં સુવો છો તો ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. તેનાથી ઘણી બિમારીઓનો અતરો ઓછો થાય છે. 

સારૂ ઓક્સીજન 
આમ તો શરીરને ઓક્સીજનની દરેક વખતે જરૂર હોય છે. પરંતુ રાત્રે ઓક્સીજન ભરપૂર માત્રામાં મળવું ખૂબ જ જરૂરી છે. તેના માટે જો તમે ખુલ્લામાં કે છત પર સુવો છો તો ઓક્સીજન સારી રીતે મળી જાય છે. જ્યારે રૂમમાં સૂવાથી એટલું વધારે ઓક્સીજન નથી મળી શકતું. ભરપૂર પ્રમાણમાં ઓક્સીજન મળવાથી શરીરના બધા અંગોને પોતાના કામ કરવામાં મદદ મળે છે. 

માનસિક સ્વાસ્થ્યમાં સુધાર 
સ્વાસ્થ્યને સારૂ રાખવા માટે ખુલી હવાની ખૂબ જ જરૂર હોય છે. એવામાં છત પર કે ખુલ્લામાં સુવુ ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. જણાવી દઈએ કે બંધ રૂમમાં સૂતા લોકોની તુલનામાં ખુલા આકાશની નીચે કે છત પર સુતા લોકોનું માનસિક સ્વાસ્થ્ય વધારે સારૂ રહે છે. તેના ઉપરાંત તેમનો મૂડ પણ આખો દિવસ સારો રહે છે. 

મજગ રહે છે હેલ્ધી 
રૂમમાં સુતા લોકોની તુલનામાં છત પર સૂતા લોકોના મગજ વધારે હેલ્ધી રહે છે. તેનું એક મોટુ કારણ શુદ્ધ હવાનું ન મળવું છે. સાથે જ ઓક્સીજનની પુરતી ઉપલબ્ધિ ન હોવું છે. એવામાં જો તમે પણ પોતાના મગજને હેલ્ધી રાખવા માંગો છો તો ઉનાળામાં છત પર સુવુ ફાયદાકારક હોઈ શકે છે. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ