બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / | 'Hare Ram Hare Krishna' German singer's bhajan PM Modi applauded, watch video of visit

મનમોહક / 'હરે રામ હરે કૃષ્ણ' જર્મન સિંગરનું ભજન PM મોદીએ તાળીઓથી વધાવ્યું, જુઓ મુલાકાતનો વીડિયો

Vishal Dave

Last Updated: 07:41 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુની મુલાકાત દરમ્યાન અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પહેલા 'રામ આયેંગે' ગાઈને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દેનાર જર્મન ગાયકને મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુની મુલાકાત દરમ્યાન અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પહેલા 'રામ આયેંગે' ગાઈને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દેનાર જર્મન ગાયકને  મળ્યા હતા. પીએમ મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં આ ગાયકનો ઉલ્લેખ પણ કર્યો હતો. તમિલનાડુના પલ્લાડમમાં બેઠક દરમિયાન જર્મન ગાયિકા કેસાન્ડ્રા મે સ્પિટમેને વડાપ્રધાન માટે ભજન પણ ગાયું હતું. આ સાથે જ પીએમ મોદી પણ ભજન માણતા જોવા મળ્યા હતા. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કસાન્ડ્રા ભજન ગાઈ રહી છે અને પીએમ મોદી કસાન્ડ્રાના ભજનનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે.

 

મનકી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કર્યા હતા કસાન્ડ્રાના વખાણ 

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2023માં પોતાના કાર્યક્રમ મન કી બાતમાં 21 વર્ષની જર્મન સિંગર કસાન્ડ્રાનો ઉલ્લેખ કર્યો હતો. તે તેની આંખોથી જોઈ શકતો નથી. કસાન્ડ્રાએ તાજેતરમાં જ 'જગત જના પલમ' અને 'શિવ પંચાક્ષર સ્તોત્રમ' પણ ગાયું હતું. તેનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ તેના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, "આવો મધુર અવાજ... અને દરેક શબ્દ ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે. અમે ભગવાન પ્રત્યેના તેમના લગાવને પણ અનુભવી શકીએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ અવાજ જર્મનીની પુત્રીનો છે."

આ પણ વાંચો: પતંજલિના ભ્રામક દાવાઓ પર સુપ્રીમ કોર્ટ લાલચોળ, ફટકારી નોટિસ, કેન્દ્ર સરકારે કહ્યું નહીં ચલાવી લેવાય


કસાન્ડ્રાએ ભજનનો વીડિયો શેર કર્યો હતો

તમને જણાવી દઈએ કે કેસાન્ડ્રાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો હતો. આ પછી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.. તેણે તેની પોસ્ટમાં લખ્યું હતું કે, 'હું 22મી (જાન્યુઆરી) પહેલા સમયસર પહોંચવા માંગતી હતી, તેથી હું આશા રાખું છું કે તમને બધાને મારું વર્ઝન ગમશે.' કેસન્ડ્રાની રામ આયેંગે ભજન પ્રસ્તુતિ લાખો લોકોએ જોઈ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ