ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટી20 વર્લ્ડ કપથી પહેલા વેસ્ટ ઇન્ડિઝ ખેલાડી પોલાર્ડ વિશે મજેદાર ખુલાસા કર્યા છે.
હાર્દિક પંડ્યાએ પોલાર્ડ વિશે કહી આ વાત
પોલાર્ડનું દિલ તો ગુજરાતી છે
ભારતીય વ્યક્તિની જેમ જ પોલાર્ડ વિચારે છે
હાર્દિકે પોલાર્ડ વિશે શું કહ્યું?
IPLમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં બંને ખેલાડીઓ સાથે રમે છે. હાર્દિકે કહ્યું પોલાર્ડ ભલે કેરબિયાઇ છે પરંતુ દિલથી તે એકદમ ગુજરાતી છે. તે સિવાય હાર્દિક પોલાર્ડને દાદાજી કહીને બોલાવે છે.
કૃણાલના સ્થાને છે પોલાર્ડ
હાર્દિકે કહ્યું મારા માટે જે રીતે કૃણાલ છે તે જ રીતે પોલાર્ડ પણ છે. તેમને હું દાદાજી કહીને બોલાવું છું. તે વેસ્ટ ઇન્ડિઝથી છે પરંતુ દિલ એકદમ ગુજરાતી છે. તે એક ભારતીયની જેમ વિચારે છે. તે એક એવો વ્યક્તિ છે જે પ્રોપર્ટી ખરીદવામાં રસ રાખે છે, જે ઇનવેસ્ટમેન્ટમાં વિશ્વાસ રાખે છે. તે કહે છે હું પ્રોપર્ટી ખરીદીશ અને એક રૂપિયો પણ વેડફીશ નહી.
હાર્દિક સાથે બોન્ડ
ક્રિકેટરે આગળ જણાવ્યું કે ઘણીવાર એવું થયું છે તેણે મને શાંત કરાવ્યો છે. હું વધારે સ્ટ્રેટ ફોર્વડ છુ અને જે મને પસંદ નથી આવતું તે મોઢા પર જ કહી દઉ છું. અમારા વચ્ચે 2015માં કૃણાલના કારણે મિત્રતાની શરૂઆત થઇ હતી. હું પોલાર્ડ સાથે વાત નહોતો કરતો પરંતુ અમારા રુમ આસપાસ હતા. હવે તે મિત્ર નહી ફેમિલી બની ચૂક્યો છે. તે સાથે તેણે ધોની વિશે પણ ઘણી વાત કરી હતી
ધોની જ મને શાંત કરાવી શકે છે
એક ઇન્ટરવ્યૂ દરમિયાન હાર્દિકે કહ્યું કે આ કરિયરની સૌથી મોટી ચેલેન્જ છે. મહેન્દ્ર સિંહ ધોની આ વખતે નથી માટે ફિનિશર તરીકે મારા ખભા પર મોટી જવાબદારી છે. સાથે જ ધોની વિશે તેણે કહ્યું, શરૂઆતથી જ ધોની મને સમજતાં આવ્યા છે. હું કેવી રીતે કામ કરું છું, મને શું ગમે છે શું નથી ગમતું દરેક વસ્તુ ધોની સમજે છે.
મને બેડ આપી પોતે જમીન પર ઉંઘ્યા હતા
પંડ્યાએ કહ્યું, એક ટીવી શો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી જ્યારે તે 2019માં ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર વાપસી કરી રહ્યો હતો ત્યારે ધોનીએ તેની સાથે વાત કરી હતી. તેણે કહ્યું, શરૂઆતમાં મારી પાસે કોઇ હોટલ રૂમ નહોતો પછી મને ફોન આવ્યો કે અહી આવી જા. MS ધોની પલંગ પર નથી સુતો તે નીચે ઉંઘે છે તો તું પલંગ પર સૂઇ જા. તે પહેલો વ્યક્તિ હતો જે મારી સાથે હંમેશા હતો. તે મને ખુબ ઉંડાણથી ઓળખે છે. હું તેમની ખુબ નજીક છુ અને માત્ર તે જ મને શાંત કરાવી શકે છે.