બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Hallmarking of old ornaments kept in the house is also mandatory

કોથળામાં પૂરીને માર્યા / હવે જૂના ઘરેણાં નવી વેચી શકો તમે.! હોલમાર્કિંગમાં ફસ્યો પેચ, જાણી લો નવા નિયમ

Kishor

Last Updated: 12:39 AM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા નિયમ અનુસાર હવે ઘરમાં રાખવામાં આવેલા જુના ઘરેણાનું પણ હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.

  • ગોલ્ડ હોલમાર્કિંગ માટે નવો નિયમ બનાવાયો
  • જુના ઘરેણાનું પણ હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું
  • તો ઘરમાં રહેલ સોનુ ધૂળ સમાન બની જશે

 સરકાર દ્વારા ગોલ્ડ હોલમાર્કિંગ અંગે નવા નિયમ અનુસાર હવે ઘરમાં રાખવામાં આવેલા જુના ઘરેણાનું પણ હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેને પરિણામે હવે તમે ઘરમાં રહેલા જુના ઘરેણા હોલમાર્ક ન કરાવો ત્યાં સુધી તેને વેચી શકતા નથી. આમ નવા નિયમ અનુસાર હવે ઘરમાં રાખવામાં આવેલા જુના ઘરેણાનું પણ હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. 1 એપ્રિલ 2023 થી તમામ સોનાના દાગીના અને કલાકૃતિઓમાં હોલમાર્ક યુનિક આઈડીફીકેશન નંબર હોવો ફરજિયાત કરાયો છે. જે અગાઉ એવું માનવામાં આવતું હતું કે નવા દાગીના અથવા સોનાની વસ્તુ ખરીદવા પર જ હોલમાર્કિંગ લાગુ થશે. પરંતુ હવે ઘરમાં રહેલા જુના દાગીના પર પણ હોલમાર્કિંગ લાગુ કરવામાં આવી શકે છે. જો આમ ન કરવા પર ઘરમાં રહેલ સોનુ ધૂળ સમાન બની જશે.

Topic | VTV Gujarati


હોલમાર્કિંગ કેન્દ્રમાંથી કોઈપણ જ્વેલરીનું પરીક્ષણ

એક રિપોર્ટ અનુસાર સરકારના આ નિયમને પગલે હવે ગ્રાહકોએ હોલમાર્ક ગોલ્ડ જ્વેલરી હોય તેને વેચતા પહેલા અથવા નવી ડિઝાઇન માટે એક એકસચેન્જ કરતા પહેલા ફરજિયાત પણે હોલમાર્ક કરાવવું આવશ્યક કરાયું છે. જુના ઘરેણાને હોલમાર્કિંગ કરવા માટે ગ્રાહકો પાસે બે વિકલ્પ અપાયા છે. જેમાં બીઆઈએસ રજીસ્ટર જ્વેલર્સ પાસેથી જુના અને અનહોલમાર્કિંગ જ્વેલર્સ પાસેથી તેની ચકાસણી કરવી શકાય છે અને સોનાના ઘરેણાને બીઆઈએસ એટલે કે હોલમાર્કિંગ સેન્ટરમાં હોલમાર્ક કરાવવા માટે લઈ જશે. ત્યારબાદ ગ્રાહકો માટે બીજો વિકલ્પ બીઆઈએસ માન્ય પ્રાપ્ત હોલમાર્કિંગ કેન્દ્રમાંથી કોઈપણ જ્વેલરીનું પરીક્ષણ અને હોલમાર્કિંગ કરાવવાનો અપાયો છે.

Topic | VTV Gujarati

45 રૂપિયા ચૂકવવા પડશે

હોલ માર્કિંગ માટે ઘરેણાઓની સંખ્યા પાંચ કે તેથી વધુ હોય તો ગ્રાહકોએ જ્વેલર્સને એક દાગીના દીઠ 45 રૂપિયા ચૂકવવા પડશે. ચાર પીસ હોલમાર્ક કરાવવા માટે રૂપિયા 200 ચૂકવવા પડશે જ્યારે બીઆઈએસ દ્વારા માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ સેન્ટર પર જ્વેલસ તપાસ કરશે અને તેને પ્રમાણપત્ર આપશે. ત્યારબાદ ગ્રાહક પોતાના જૂના દાગીના આ પ્રમાણપત્રને આધારે ક્યાંય પણ વેચી શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ