બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Half of North India drowned! Floods leave many homeless

આસમાની આફત / ઉત્તર ભારત અડધું ડૂબ્યું.! જળ પ્રલયને કારણે અનેક લોકો ઘરવિહોણા, 50થી વધુના મોત, રમકડાંની જેમ તણાયા વાહન

Vishal Khamar

Last Updated: 11:49 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરભારતમાં છેલ્લા ત્રણ દિવસથી આસમાની આફત વરસી રહી છે. હિમાચલ પ્રદેશ સહિત હરિયાણામાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે હરિયાણાના અનેક વિસ્તારોમાં મેઘ તાંડવના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. ત્યારે વરસાદે ઉત્તર ભારતમાં કહેર વર્તાવ્યો છે.

  • હિમાચલ-હરિયાણામાં આસમાની આફત
  • કુલ્લુ, મંડી સહિતના વિસ્તારોમાં સ્થિતિ ગંભીર
  • હરિયાણાના અનેક વિસ્તારો જળબંબોળ
  • જળ પ્રલયને કારણે અનેક લોકો ઘરવિહોણા

દેશભરમાં વરસાદ આફત બનીને બરસી રહ્યો છે. જેને કારણે ઉત્તર ભારતના હાલ અનેક વિસ્તાર જળમગ્ન થયા છે. તો હિમાચલના કુલ્લૂ,મનાલી, મંડી સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી જળપ્રલયને કરાણે અનેક લોકોના મોત થયા છે. તો વાત કરીએ ચાલુ ચોમાસામાં અત્યાર સુધી 50થી વધુ લોકો વરસાદને કારણે મોતને ભેટી ચુક્યા છે. તો બીજી તરફ હવામાન વિભાગે ઉત્તરભારતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે.


હિમાચલ પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર આફત વરસી રહ્યો છે.  હિમાચલના મંડીમાં આજે પણ વરસાદી માહોલ છે. અનેક વિસ્તારોમાં વરસાદ છે જેને કારણે મંડીમાં વહી રહી બિયાસ નદીના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે.  તો બીજી તરફ પ્રશાસને સમગ્ર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે.  

હરિયાણાના અંબાલામાં પણ જળપ્રકોપ યથાવત છે. અંબાલામાં સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. જેને કરાણે અંબાલા સહિતના અનેક વિસ્તારો જળબંબોરની સ્થિતિ જોવા મળી રહી છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. લોકોના ઘરો પાણી દસ્તક આપે છે. તો ઘરની આગળ ઉભેલી કારે જળસમાધિ લઈ લીધી હતી. લોકો કમર સુધી પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. 

હરિયાણામાં ચોમાસાએ જોરદાર દસ્તક આપી છે.  છેલ્લા ત્રણ દિવસથી હરિયાણામાં આફતરૂપી વરસાદ પડી રહ્યો છે. અંબાલા બાદ હવે આપણે એક નજર કરનાલ પર કરીએ.. કરનાલમાં પણ વરસાદને કરાણે ચારે તરફ માત્ર અને માત્ર પાણીના જ દ્રશ્યો નજરે પડી રહ્યા છે. રોડ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. તો બીજી તરફ પ્રશાસને સમગ્ર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે. 

હિમાચલ પ્રદેશમાં સતત વરસી રહેલા વરસાદને કારણે આફતની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. ત્યારે મંડી જિલ્લામાથી પસાર થતો ચંડીગઢ મનાલી નેશનલ હાઈવે પર અચાનક લેન્ડ સ્લાઈડિંગ થતા હાઈવે બંધ કરવનાનાી નોબત આવી છે. હાલ હાઈવે પર બંને બાજુમાં ટ્રાફિક જામની સ્થિતિ છે લોકો કલાકોથી બંને બાજુ હાઈવે ક્લિયર થવાની રાહ જોઈ રહ્યા છે. 

હરિયાણાના પંચકુલામાં વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા. જેને કરાણે નજીકના અનેક વિસ્તારમાં ભારે નુકાસન થયું છે.  ધોધમાર વરસાદને કારણે બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો તો બીજી તરફ નદી કાંઠે આવેલા અનેક ઘરો પાણીમાં સ્વાહા થયા છે. તો અનેકો ઘર ગમે ત્યારે તુટીને પાણીમાં વહી શકે છે.  તો બીજી તરફ પ્રશાસને સમગ્ર વિસ્તરામાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તર ભારતમાં વરસી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર વિનાશક તસ્વીરો સામે આવી રહી છે. જેને ભાગરુપે હિમાચલપ્રદેશના મુખ્યમંત્રીએ પૂર પ્રભાવિત વિસ્તારોમાં નુકસાન બદલ પરીક્ષણ કર્યું. તો બીજી તરફ હજુ અનેક રાજ્યોમાં આસમાની આફત વરસી રહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ઉત્તરભારતમાં વરસાદની આગાહી કરી છે.

હિમાચલ પ્રદેશ બાદ હાલ ઉત્તરાખંડ, દિલ્લી, કશ્મીરમાં મેઘ તાંડવના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. મંડીમાં ધોધમાર વરસાદને કારણે પૂરની સ્થિતિ છે.  તો રાજધાની દિલ્લીમાં આગામી ત્રણ ચાર દિવસો સુધી હળવોથી ભારે વરસાદ થવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં દિલ્લી સહિત અનેક વિસ્તરોમાં વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. તો હિમાચલ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં પૂરને કારણએ અનેક વ્યક્તિઓ પાણીમાં તણાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. 


હિમાચલ પ્રદેશમાં વરસી રહેલા આફત બાદ હાલ થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. નદીમાં પાણીની સપાટી ખતરાની ઘંટણીથી નીચે આવી છે... તો બીજી તરફ અનેક મંદિરો જે જળમગ્ન થયા હતા તેઓ પણ ફરીથી યથાસ્થિતિમાં આવ્યા છે. 

હિમાચલ પ્રદેશમાં આભ ફાટવાને કારણે અનેક નદીઓ ગાંડીતુર બની હતી. અનેક નદીઓમાં પૂર આવ્યા હતા.  જેને કારણે નદી કાંઠાના અનેક ઘર મકાનો નદીના પ્રવાહમાં તણાયા છે. તો બીજી તરફ સમગ્ર પ્રલય બાદ હાલ રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદ્રસિંહ સુખ્ખુ હેલિકોપ્ટર મારફતે નિરીક્ષણ કરતા નજરે પડ્યા.

દિલ્લીમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે સમગ્ર દિલ્લીમાં પૂરની સ્થિતિ હતી. જેને કારણે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે હાલ દિલ્લીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના પ્રગતિ મેદાન વિસ્તારમાં નિરીક્ષણ કરતા નજરે પડ્યા.

દિલ્લી પ્રગતિ મેદાન જેવી અનેક વિસ્તારોની સ્થિતિ છે. દિલ્લીના અનેક ભાગોમાં હજૂ પણ પાણી ભરાયાના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. વરસાદના વિરામ બાદ પણ દિલ્લીના યમુના બજાર વિસ્તારમાં ઘર, મકાન, રસ્તાઓ જળબંબાકાર સ્થિતિમાં જોવા મળે છે. 

હિમાચલ, ઉત્તરાખંડ અને દિલ્લી બાદ હવે ઉત્તરપ્રદેશમાં પણ જળ પ્રલયના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો પોતાના આશિયાનાને છોડી સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. વરસાદને કરાણે અનેક વખત આ વિસ્તારોમાં પૂરની સ્થિતિ બને છે. જેને કારણે માલ,સમાન સહિત ઘર પાણીમાં તાસના પત્તાની જેમ તણાઈ જાય છે.

ઉત્તરાખંડના દેહરાદૂનમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે.  જેને કરાણે દેહરાદૂનમાંથી પસાર થતી યમુના નદીમાં અચનાક પાણીના સ્તરમાં વધારો થવાને કરાણે 12 લોકો નદીમાં ફસાયા હતા.  ત્યારે પ્રશાસન રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું છે. 

ઉત્તરભારતમાં વરસાદને કારણે અનેક રાજ્યોમાં આભ ફાટવાની ઘટના સામે આવી છે. જેને કારણે ઉપરવાસના અનેક વિસ્તારોમાં પાણીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી પ્રકૃતિએ પોતાની તાકાત દેખાડી. આધુનિક સમયમાં લોકો પ્રકૃતિ સાથે છેડછાડ કરી પોતાને સર્વશ્રેષ્ઠ માની રહ્યા છે. પરંતુ લોકો એક વાત ભૂલી રહ્યા છે કે તેમની ભૂલ આગામી સમયમાં તેમને જ ભોગવવી પડશે. તો બીજી તરફ ઉત્તરભારતમાં પ્રકૃતિએ જે તાંડવ કરી પ્રકોપ દેખાડ્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ