બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Fashion & Beauty / Hair Care Tips: How To Use Dahi To Have Healthy Hair

ટિપ્સ / દહીંમાં મિક્સ કરી દો આ સામગ્રી, ડ્રાય હેરની સમસ્યા થશે દૂર

Juhi

Last Updated: 04:11 PM, 25 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાળની સારસંભાળ કરવા માટે દહીંનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવે છે. દહીમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણોના સિવાય ઘણા વિટામિન્સ મળે છે જે વાળની સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ કરે છે. જિદ્દી ડેન્ડ્રફ હોય કે ખંજવાળ દહીંથી દૂર થઇ જાય છે.

  • દહીંમાં એવા ગુણ હોય છે જે વાળ માટે મદદરૂપ થાય છે
  • દહીંમાં ફેટી એસિડ મળી આવે છે જે વાળને હેલ્ધી બનાવી રાખે છે. 
  • દહીંમા રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણ સિવાય ઘણા વિટામિન્સ પણ મળી આવે છે. 

દહીંમાં ફેટી એસિડ મળી આવે છે જે વાળને હેલ્ધી રાખવાની સાથે સાથે ડ્રાય અને રફ વાળને સુવાંળા બનાવે છે. જો તમે પણ વાળને નરમ, શાઇનિંગ અને મજબૂત બનાવવા ઇચ્છો છો તો અઠવાડિયામાં 2 વખત દહીંનો પાવર પેક લગાવો. જાણીએ તેણે બનાવવા માટેનો સરળ ઉપાય... 

ડેન્ડ્રફને દૂર કરવા માટે તૈયાર કરો આ પેક:

દહીંમાં એવા ગુણો રહેલા છે જે વાળની રફનેસ દૂર કરવામાં મદદરૂપ થાય છે જાણી કેવી રીતે બનાવવાનો આ પેક

સામગ્રી:

1 કપ દહીં
5 ટી સ્પૂન મેથી દાણા પાવડર
1 ચમચી લીંબૂનો રસ

એક બાઉલ લો, તેમાં તમામ સામગ્રીઓ સારી રીતે મિક્સ કરી લો. બ્રશની મદદથી આ માસ્કને વાળમાં લાગવી દો. એક વખત આ થઇ જાય પછી વાળને શાવર કેપથી ઢાંકી લો અને લગભગ 40 મિનિટ સુધી છોડી દો, જે પછી વાળનો માઇલ્ડ હર્બલ શેમ્પૂથી ધોઇ લો. સારું રિઝલ્ટ મેળવવા માટે અઠવાડિયામાં 2 વખત તેણો ઉપયોગ કરો.

વાળની શાઇનિંગ વધારવા માટે બનાવો આ પેક

સામગ્રી:

1 કપ દહીં
20 જાસૂદના ફૂલ
10 લીમડાના પાન 
અડધા સંતરાનો રસ

જાસૂકના ફૂલો અને લીમડાના પાનને મિક્સરમાં મિક્સ કરીને તેમાં દહીં અને સંતરાનો રસ ભેળવી દો. હવે આ માસ્કને વાળમાં લગાવો અને અડધો કલાક પછી શેમ્પૂથી વાળને ધોઇ લો.

વાળને મજબૂત કરવા માટે લગાવો આ પેક:

દહીં ન તો માત્ર વાળને કૂલિંગ ઇલેફ્કટ આપે છે પરંતુ તેમાં જો અમુક વસ્તુઓ મિક્સ કરીને ઉપાય કરવામાં આવે તો વાળ મજબૂત થઇ જાય છે. વાળને ખરતા રોકવા માટે આ પેકને અઠવાડિયામાં 1 વખત જરૂરથી લગાવો.

સામગ્રી

1 કપ દહીં
1 ઇંડુ
2 ચમચી જૈતૂનનું તેલ
3 ચમચી એલોવેરા જેલ
2 ચમચી તુલસીની પેસ્ટ
2 ચમચી લીમડાની પેસ્ટ 

એક વાડકીમાં આ તમામ સામગ્રીઓ મિક્સ કરી લો. હવે તમારા વાળના મૂળથી લઈને ઉપર સુધી આ હેર માસ્ક લગાવો. એક કલાક વાળમાં રહેવા દો અને શેમ્પૂથી વાળ ધોઇ લો.

નોંધ: આ માહિતી જાણકારી માટે છે. તમને કોઈપણ પ્રકારની એલર્જી કે અન્ય કોઇ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ અચૂક લો.

સંકળાયેલા મુદ્દાઓ

Curd Hair Tips Healthy Hair lifestyle tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ