બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / વિશ્વ / Hafiz Saeed's right hand shot dead, son's body also reported to have been found

પાકિસ્તાન / એક એક કરીને મરી રહ્યા છે ભારતના દુશ્મનો: હાફિઝ સઈદના રાઇટ હેન્ડની ગોળી મારીને હત્યા, દીકરાની પણ લાશ મળી હોવાની છે માહિતી

Priyakant

Last Updated: 03:01 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hafiz Saeed News: લોહીના આંસુએ રડી રહ્યો છે આતંકવાદી હાફિઝ સઈદ, કરાચીમાં કૈસર ફારૂકની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને કરી હત્યા

  • આતંકવાદી હાફિઝ સઈદને લઈ ફરી એકવાર મોટા સમાચાર
  • હાફિઝ સઇદના નજીકના કૈસર ફારૂકની કરાચીમાં હત્યા 
  • કરાચીમાં કૈસર ફારૂકની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને કરી હત્યા

Hafiz Saeed : આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબામાં બાળકોને આતંકવાદના પાઠ ભણાવનાર અને લશ્કરના વડા હાફિઝ સઈદને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હાફિઝ સઇદના નજીકના કૈસર ફારૂકની કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ જેલમાં હાફિઝ સઈદની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સ્થાનિક મીડિયા અનુસાર સિંધ પ્રાંતના કરાચીના સોહરાબ ગોટમાં પોર્ટ કાસિમની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ મામલામાં જે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ઈમામ મુફ્તી કૈસર ફારૂક હતો જે મસ્જિદથી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન મોટરસાઇકલ પર સવાર બે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીઓ વરસાવી હતી. આ ફાયરિંગમાં કૈસર ફારૂકનું મોત થયું હતું અને તેની સાથે રહેલો એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ફારૂક ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન વિસ્તારનો રહેવાસી હતો.

હાફિઝ સઈદની ખૂબ નજીક હતો કૈસર ફારૂક
કહેવાય છે કે  કૈસર ફારૂક આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદની ખૂબ નજીક હતો. લશ્કર માસૂમ બાળકોને આતંકી તાલીમ માટે તૈયાર કરતું હતું. તેમનુ બ્રેઇન વોશ માટે આજવાબદાર હતો. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાઓનું અનુમાન છે કે, હાફિઝ સઈદના જેલમાં ગયા બાદ લશ્કર-એ-તૈયબામાં સર્વોપરિતાની લડાઈ શરૂ થઈ ગઈ છે, જેના કારણે લશ્કરના વડાના સહયોગીઓ એક પછી એક માર્યા ગયા છે.

જેલમાં હાફિઝના સેલની સુરક્ષા વધારી દેવાઇ 
હાફિઝ સઈદને પાકિસ્તાનની એક અદાલતે આતંકવાદી ઘટનાઓમાં સંડોવણી બદલ લાંબી સજા સંભળાવી છે, જેના કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલ તેના માટે જેલમાંથી બહાર આવવું અશક્ય છે. વાત એ છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની મદદથી હાફિઝ સમયાંતરે જેલમાંથી બહાર આવતો રહે છે. હાલ આ ઘટના બાદ જેલમાં હાફિઝના સેલની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. કૈસર ફારૂક પ્રતિબંધિત અને નિયુક્ત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્યોમાંથી એક છે.

કૈસર ફારૂકીને લશ્કરના વડા હાફિઝ સઈદનો નજીકનો સહયોગી માનવામાં આવતો હતો. ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદના પુત્રોમાંનો એક કમાલુદ્દીન સઈદ મંગળવાર (26 સપ્ટેમ્બર)થી ગુમ છે. કમાલુદ્દીન સઈદનું પેશાવરમાં કારમાં આવેલા બદમાશોએ કથિત રીતે અપહરણ કર્યું હતું. હાફિઝ સઈદ પાકિસ્તાની નાગરિક છે અને મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામાંકિત આતંકવાદી છે, જે પાકિસ્તાનની જેલમાં બંધ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ