બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / gyanvapi jyotirlinga under the central dome-hindu side argues debate begins on survey of the entire complex

ASI સર્વેની માગ / 'જ્ઞાનવાપી મસ્જિદના મુખ્ય ગૂંબજની નીચે જ્યોર્તિલિંગ, ગંગામાંથી આવે છે પાણી, મુઘલ બાદશાહે પૂરી દીધું'

Hiralal

Last Updated: 10:22 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાશીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના સંપૂર્ણ પરિસરના એએસઆઈ સર્વેને લઈને જિલ્લા કોર્ટમાં સુનાવણી શરુ થઈ છે.

કાશીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના આખા પરિસરના સર્વે પર વારાણસી કોર્ટમાં સુનાવણી શરુ થઈ છે. સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટ પ્રશાંતસિંહની કોર્ટમાં ગુરૂવારે ફરિયાદી વિજય શંકર રસ્તોગીએ 1991ના આદિ વિશ્વેશ્વર કેસમાં સમગ્ર જ્ઞાનવાપી સંકુલના ASI સર્વે અંગે દલીલો શરૂ કરી હતી. 

વિજય શંકર રસ્તોગીએ શું દાવો કર્યો
ફરિયાદી વિજય શંકર રસ્તોગીએ એવો દાવો કર્યો છે કે હાલમાં જ્ઞાનવાપી મસ્જિદના કેન્દ્રીય ગૂંબજના કેન્દ્રબિંદુની બરાબર નીચે ભગવાન વિશ્વેશ્વરનું સ્વઘોષિત જ્યોતિર્લિંગ છે જેમાં ગંગાજીના સ્ત્રોતમાંથી સીધું જ પાણી આવે છે. આ તમામ તથ્યોની સત્યતા માટે એએસઆઈ તરફથી સમગ્ર કેમ્પસનો વૈજ્ઞાનિક સર્વે જરૂરી છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૂંબજની નીચે એક મોટું મંદિર, મોટી બાઉન્ડ્રી વોલ અને ભગવાન આદિ વિશ્વેશ્વરનું ખૂબ જ જૂનું મંદિર છે. 

મુઘલ શાસકે ઈંટ અને પથ્થરોની દિવાલ બનાવીને બંધ કર્યું 
મુઘલ શાસકે ઈંટ અને પથ્થરની દિવાલ બનાવીને તેને ઉપરથી બંધ કરી દીધી હતી. આ જગ્યાનો સર્વે પણ કરવામાં આવ્યો નથી. ચાર ફૂટ બાય ચાર ફૂટની ટનલ બનાવવી જોઈએ અને નીચેના બેઝમેન્ટને કોઈ નુકસાન ન થાય તે રીતે રડાર ટેક્નોલોજીથી સર્વે કરવો જોઈએ.

12 માર્ચે આવશે ચુકાદો 
આખા જ્ઞાનવાપી પરિસરના સર્વેની હિંદુ પક્ષની માગ પર કોર્ટે 12 માર્ચની તારીખ નક્કી કરી છે. 12 માર્ચે કોર્ટ ચુકાદો આપશે કે આખા જ્ઞાનવાપી પરિસરનો એએસઆઈ સર્વે થવો જોઈકે નહીં? 

નમાજીઓના ધસારાને કારણે જ્ઞાનવાપીના ભોંયરાની છત તૂટી 
શ્રીકાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટે જ્ઞાનવાપી સંકુલમાં દક્ષિણ (વ્યાસજી) ભોંયરાના સમારકામ માટે અને પૂજારીઓની સલામતી માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. સોમવારે ટ્રસ્ટ તરફથી ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં એવું જણાવાયું કે નમાજ પઢનારા આવનાર લોકોના દબાણથી ભોંયરાની છતમાંથી પથ્થરનો ટુકડો તૂટીને મૂર્તિઓની બાજુમાં પડ્યો હતો જેને કારણે ગભરાટ ફેલાયો હતો. અરજીમાં ભોંયરાની છત પર નમાજ પઢનારાની અવરવજર બંધ કરવાનું અને છતનું સમારકામ કરવાનું કહ્યું છે.  પૂજારીઓએ મંદિર પ્રશાસનને આવેદનપત્ર આપીને માહિતી આપી હતી કે ભોંયરામાં પૂજા સ્થળ પાસે જર્જરિત પથ્થરની દિવાલો અને છતના કારણે છત પરથી સતત પાણી ટપકી રહ્યું છે. છતના પથ્થરના બીમમાં તિરાડ પડી ગઈ છે. 

પૂજા છૂટ બાદ જ્ઞાનવાપીમાં નમાજીઓની સંખ્યામાં વધારો 
31 જાન્યુઆરીએ કોર્ટે વ્યાસજીના તહખાનામાં હિંદુઓને પૂજાની છૂટ બાદ જ્ઞાનવાપીમાં નમાજીઓની સંખ્યામાં વધારો થયો છે આને કારણે દબાણ આવતાં 15 ફેબ્રુઆરીના રોજ છત હલી ગઈ હતી અને છત પરથી એક પથ્થર તૂટીને વિગ્રહ પ્લેટફોર્મની બાજુમાં જ પડ્યો હતો. આવી સ્થિતિમાં પૂજારીઓ પર ખતરો તોળાઈ રહ્યો છે. મંદિર ટ્રસ્ટે અરજીમાં એવી પણ વિનંતી કરી છે કે, છતની અંદરથી પૂજા સ્થળનું સમારકામ કરવું જરૂરી છે. નહીંતર, અપ્રિય ઘટના ગમે ત્યારે બની શકે છે. 

હિંદુઓને મળી છે પૂજાની મંજૂરી
31 જાન્યુઆરીના રોજ વારાણસી જિલ્લા કોર્ટે હિંદુઓને જ્ઞાનવાપીમાં ભોંયરામાં વ્યાસજીના તહખાનામાં પૂજાની મંજૂરી આપી છે. હિદુ પક્ષનો દાવો છે કે અહિં એક જમાનામાં મંદિર હતું જેને તોડીને બાબરી બનાવાઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ