બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Gurjar agitation rajasthan gurjar leader bainsla announced intensify agitation november 9

આંદોલન / રાજસ્થાનમાં અનામતની માગ સાથે ગુર્જર સમાજનો આક્રોષ, સરકારને કહ્યું- રવિવાર સુધીમાં માંગ નહીં સ્વીકારે તો...

Hiren

Last Updated: 06:03 PM, 8 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં અનામતની માંગને લઇને ગુર્જર સમાજનું આંદોલન છેલ્લા કેટલાક દિવસોથી સતત ચાલી રહ્યું છે. રેલના પાટાઓ પર વિરોધ કરી રહેલા ગુર્જર નેતાઓએ સરકારને ચેતવણી આપી છે કે રવિવાર સાંજ સુધી જો તેમની માંગો ન માનવામાં આવી તો સોમવારે સમગ્ર રાજસ્થાનમાં રેલથી લઇને રોડ સુધી દરેક જગ્યાએ ચક્કાજામ કરી દઇશું.

  • અનામતની માંગ કરી રહ્યા છે ગુર્જર સમાજના લોકો
  • રાજસ્થાનમાં રેલના પાટાઓ પર બેઠા આંદોલનકારી
  • ગુર્જર આંદોલનના કારણે રેલ પરિવહનને અસર

સમગ્ર રાજસ્થાનમાં ચક્કાજામ કરવા માટે ગુર્જર નેતાઓએ આજે એટલે કે રવિવારે બેઠક બોલાવી. કર્નલ કિરોડીસિંહ બેંસલા ચક્કાજામ પર અંતિમ નિર્ણય લેશે. તેમની તૈયારી માટે તેમણે હિંડૌનથી લઇને દૌસા અને સિકંદરા સુધી બેઠક કરી છે. જેમાં ગુર્જર સમાજના લોકોએ કહ્યું કે, જો રવિવાર સાંજ સુધી સરકાર તરફથી કોઇ યોગ્ય પ્રસ્તાવ ન આવ્યો અથવા તો પછી કોઇ વાતચીત માટે ન આવ્યું તો કાલે એટલે કે સોમવાર સવારથી સમગ્ર રાજસ્થાનમાં દરેક જગ્યાઓ પર ચક્કાજામ કરી દેવામાં આવશે.

બૈંસલાએ કહ્યું કે, સરકાર અમને આંદોલન કરવા માટે મજબૂર કરી રહી છે. અમારી 6 માંગો છે, જો સરકાર તે માની લે છે તો અમે આંદોલન નથી કરવા માંગતા. તેમણે કહ્યું કે, બેવડી નીતિથી અંદાજિત 35 હજાર ગુર્જરોને નોકરી નથી મળી શકી.

જણાવી દઇએ કે બૈંસલાએ બંધ બારણે પંચ પટેલોની સાથે શનિવારે દિવસભરની મીટિંગની ખબર જેમ ફેલાઇ કે રાજસ્થાનમાં અનેક જગ્યાઓ પર ગુર્જરોએ કલાકો સુધી રોડ પર જામ કર્યો. જેના કારણે લોકો દિવસભર હેરાન થતા રહ્યા. બયાના અને સવાઈ માધોપુરમાં 10થી 12 કલાક સુધી રોડ પર જામ રહ્યો.

બૈંસલાના ઉગ્ર રૂપને જોતા સરકાર વાતચીત માટે તૈયાર થઇ

આ વચ્ચે માનવામાં આવી રહ્યું છે કે, બૈંસલાના ઉગ્ર રૂપને જોતા સરકાર વાતચીત માટે તૈયાર થઇ ગઇ છે. ગુર્જર અનામત સંઘર્ષ સમિતિના સંયોજક બૈંસલા સાથે વાતચીત માટે રમતગમત મંત્રી અશોક ચાંદનાને સરકાર ફરી વખત મોકલી શકે છે. જણાવી દઇએ કે, ગુર્જર આંદોલનના કારણે હજુ સુધી ભરતપુર, કરૌલી અને દૌસા જિલ્લામાં સામાન્ય જનજીવનને ખરાબ અસર પહોંચી છે.

રેલવેએ કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ડ કર્યા

ગુર્જર આંદોલનના કારણે રેલવેએ કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ડ કરી દીધા છે. ત્યારે, કેટલીક ગાડીઓને પણ રદ્દ કરી દેવામાં આવી છે. રાજસ્થાન રોડવેઝની બસો બંધ હોવાથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય ઇન્ટરનેટની સેવાઓ બંધ થવાથી જનજીવન પ્રભાવિત થયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ