બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / Gujaratis living in Canada became immersed in the kirtan of Lord Shri Ram

અયોધ્યા રામ મંદિર / કેનેડામાં માઇનસ 17 ડિગ્રીમાં પણ રામધૂન: ગુજરાતીઓમાં રામ મંદિર માટે ગજબ ઉત્સાહ

Vishal Khamar

Last Updated: 08:36 AM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સાત સમંદર પાર વિદેશમાં રહેતા ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કેનેડાના ટોરેન્ટોમાં વસતા ગુજરાતીઓ દ્વારા ભવ્ય ભજન કીર્તનનું આયોજન કર્યું હતું.

  • રામલલા થશે અયોધ્યામાં બિરાજમાન
  • કેનેડામાં વસતા ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ
  • ટોરન્ટોમાં ગુજરાતીઓ રામજીના કીર્તનમાં લીન

22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજી ની સ્થાપના નો ભવ્ય પ્રસંગ યોજવા નો છે ત્યારે પૂરા ભારત વર્ષમાં આનંદ ઉત્સાહનો માહોલ છે. તેવામાં કેનેડાના ગુજરાતીઓ પણ પાછળ નથી કેનેડામાં અત્યારે માઇનસ 17 ડિગ્રી થી વધારે ઠંડી હોવા છતાં કેનેડાના ટોરેન્ટોસિટીના બ્રેન્ટન વિસ્તારના આઈ લવ ગુજરાત ગ્રુપના 55 થી વધારે સભ્યો એકત્ર થઈ ભગવાન રામજીના ભજન કીર્તન કરી અયોધ્યા મુકામે ભજન દ્વારા પુષ્પાઅર્પણ કરી પ્રભુના આશીર્વાદ માટે પ્રાર્થના કરી હતી. આઈ લવ ગુજરાતના કમિટીના સભ્યો દ્વારા ભજનનું આયોજન કર્યું હતું.

વધુ વાંચોઃ અમદાવાદીઓ, વાહન લઈને નીકળતાં પહેલા ખાસ જાણી લેજો: બદલાઈ ગયા છે ઈ-મેમોના નિયમો

આઈ લવ ગુજરાતનાં સભ્યોએ એકત્રિત થઈ ભજન કીર્તનનો પ્રોગ્રામ રાખ્યો
આ બાબતે કેનેડા ખાતે રહેતા અને આઈ લવ ગુજરાતના કમિટીના સભ્ય સુગ્રેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અયોધ્યા ખાતે 22 મી જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ કેનેડામાં વસતા ભારતીયોમાં પણ આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઈ લવ ગુજરાતનાં સભ્યોએ એકત્રિત થઈ ભજન કીર્તનનો પ્રોગ્રામ રાખ્યો છે.  રામ લલાનાં આશીર્વાદ અમને કેનેડા સુધી મળે તે માટે ભજન કીર્તનનું આયોજન કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ