બિપોરજોય વાવાઝોડાની આફતને પગલે અમરેલી પોલીસે મદદનો હાથ લંબાવ્યો છે. પોલીસ દ્વારા શિયાળ બેટ ટાપુ પર દૂધ અને બટાટા મોકલવામાં આવ્યા છે.
ગુજરાતની માથે વાવાઝોડાના ખતરો
વાવાઝોડાને લઈ અમરેલી પોલીસની માનવતા
શિયાળ બેટ ટાપુ પર દૂધ અને બટાટા મોકલ્યા
ગુજરાતની માથે બિપોરજોયવા વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે, તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. આવા કપરા સમયે દરિયાઈ કિનારા વિસ્તારમાં રહેતા તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બિપોરજોય વાવાઝોડાને લઈ અમરેલી પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. અમરેલી પોલીસે જાફરાબાદના શિયાળ બેટ ટાપુ પર દૂધ અને બટાટા મોકલ્યા છે.
પોલીસે શિયાળ બેટ ટાપુ પર દૂધ અને બટાટા મોકલ્યા
અમરેલી પોલીસ દ્વારા 10 હજારની વસ્તી ધરાવતા શિયાળ બેટ ટાપુ પર 288 થેલી દૂધ અને 250 કિલો બટાટા મોકલવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ બધી વસ્તુઓ હોડી મારફતે મોકલવામાં આવી છે. પોલીસે વાવાઝોડાની આફતમાં માનવતાને પ્રાધાન્ય આપ્યું છે.
પોલીસની સરાહનીય કામગીરી
આ મામલે DYSP હરેશ વોરાએ જણાવ્યું કે, પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી અમરેલી પોલીસ અને જાફરાબાદ પોલીસ દ્વારા શિયાળ બેટ ટાપુ પર રહેતા લોકોને સહયોગી સંસ્થાનો સહયોગ મેળવીને કુલ 288 દૂધની થેલી અને 250 કિલો બટાટા મોકલવામાં આવ્યા છે. આગળના દિવસોમાં જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવશે.
સુરત ભાજપે સુખડી અને ચવાણાના પેકેટ બનાવવાનું કર્યું શરૂ
આપને જણાવી દઈએ કે, બિપોરજોય વાવાઝોડાને લઈ સુરત ભાજપની સરાહનીય કામગીરી કરી છે. સુરત ભાજપે ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. ભાજપ કાર્યાલયમાં સુખડી અને ચવાણું બનાવવાની કામગીરી ચાલું છે. 2000 કિલો સુખડી અને 2000 કિલો ચવાણું તૈયાર કરવામાં આવી રહ્યું છે. તૈયાર થયેલા ફૂડ પેકેટ કચ્છ, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં મોકલવામાં આવશે.