ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, ન્યાયિક ચુકાદામાં AIના ઉપયોગ પર પ્રતિબંધ

પ્રતિબંધ / ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, ન્યાયિક ચુકાદામાં AIના ઉપયોગ પર પ્રતિબંધ

Published By: Priyankka Triveddi

Last Updated: 08:32 AM, 5 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટએ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ને મુદ્દે એક પોલિસી જાહેર કરી છે અને આ નવી AI પોલિસી મુજબ હવે... સંપૂર્ણ માહિતી વાંચો વિગતે..,

ADVERTISEMENT

Gujarat Highcourt AI ban: ગુજરાત હાઈકોર્ટે ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ટેકનોલોજીના વધતા ઉપયોગ વચ્ચે AI અંગે હવે સ્પષ્ટ અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

ન્યાયિક પ્રક્રિયામાં AIના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્ર મુજબ હવે રાજ્યની કોઈપણ અદાલતમાં ન્યાયિક ચુકાદા, તર્ક અથવા જજમેન્ટ લખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલી નીતિને તાત્કાલિક અમલમાં લાવતા ગુજરાત હાઈકોર્ટે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત ચુકાદા તૈયાર કરવા, ઓર્ડર લખવા, જામીન સંબંધિત વિચારણા કરવા તેમજ સજા નક્કી કરવાની પ્રક્રિયામાં AIનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. હાઈકોર્ટના મતે ન્યાયિક પ્રક્રિયા સંપૂર્ણ માનવીય સમજ અને જવાબદારી પર આધારિત હોવી જોઈએ.

પુરાવા અને દલીલોના મૂલ્યાંકનમાં પણ રોક

નવી માર્ગદર્શિકા મુજબ AIનો ઉપયોગ માત્ર ચુકાદા લખવામાં જ નહીં પરંતુ પુરાવા અને દલીલોના વિશ્લેષણમાં પણ કરી શકાશે નહીં. પુરાવાનું વર્ગીકરણ, તેની વિશ્વસનીયતાની ચકાસણી, જુબાનીનો સારાંશ બનાવવો અથવા તથ્યોનું અર્થઘટન કરવા માટે AIનો ઉપયોગ સખત રીતે પ્રતિબંધિત છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે AI પર વધુ નિર્ભરતા રાખવાથી ‘હેલ્યુસિનેશન’ જેવા જોખમો ઊભા થઈ શકે છે. જેમાં AI ખોટી અથવા કાલ્પનિક કાનૂની માહિતી રજૂ કરી શકે છે. આથી ન્યાયિક પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરસમજ ટાળવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગોપનીયતા, સુરક્ષા અને જવાબદારી પર ભાર

હાઈકોર્ટની પોલિસી મુજબ કોઈપણ જાહેર AI ટૂલમાં પક્ષકારો, સાક્ષીઓ અથવા કેસ સંબંધિત સંવેદનશીલ માહિતી દાખલ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ સાથે જ AIનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારના પુરાવા બનાવવું કે પછી તેમાં ફેરફાર કરવો અથવા ખોટા પુરાવા ઊભા કરવાનું પણ સખત મનાઈ છે. દરેક ન્યાયાધીશ તેમના નામે જારી થતા દરેક આદેશ માટે વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે અને AIનો ઉપયોગ બેદરકારી માટે બહાનું બની શકશે નહીં. કોર્ટના ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને વ્યક્તિગત ઉપકરણોમાં AI ટૂલ્સનો ગેરવપરાશ કરવો પણ નિયમોના ભંગ તરીકે ગણાશે.

મર્યાદિત ઉપયોગને મંજૂરી, પરંતુ ચકાસણી ફરજિયાત

જ્યારે ન્યાયિક પ્રક્રિયામાં AI પર પ્રતિબંધ મૂકાયો છે ત્યારે વહીવટી કાર્યો, કેસ મેનેજમેન્ટ, સંશોધન અને મુસદ્દા તૈયાર કરવા માટે AIનો મર્યાદિત ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે. જોકે આવા તમામ AI-જનરેટેડ આઉટપુટને માનવીય દેખરેખ હેઠળ ચકાસવું ફરજિયાત રહેશે. કાનૂની સંશોધન માટે AIનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેમાં આપેલા કાનૂની સંદર્ભો અને જોગવાઈઓને અધિકૃત પ્રાથમિક સ્ત્રોતો સાથે સરખાવીને ચકાસવું જરૂરી રહેશે. આથી ચોકસાઈ અને વિશ્વસનીયતા જાળવી શકાય.

આ પણ વાંચો: ગુજરાતભરમાં ફૂડ વિભાગના દરોડા, 347 હોટલ-રેસ્ટોરન્ટ ચકાસાયા, નકલી પનીર મામલે કડક કાર્યવાહી

ડિજિટલ પૂર્વગ્રહ સામે સતર્કતા અને તાલીમ

હાઈકોર્ટે પોતાની નીતિમાં ડિજિટલ પૂર્વગ્રહ (bias) સામે ઝીરો ટોલરન્સની વાત પણ સ્પષ્ટ કરી છે. AI સિસ્ટમ્સ લિંગ, ધર્મ, જાતિ અથવા સામાજિક પરિસ્થિતિના આધારે ભેદભાવ ઉભો કરી શકે છે, જેને ધ્યાનમાં રાખીને વપરાશકર્તાઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી દ્વારા નિયમિત તાલીમ કાર્યક્રમો યોજવામાં આવશે જેથી ન્યાયિક અધિકારીઓ AIની ક્ષમતાઓ અને મર્યાદાઓને સારી રીતે સમજી શકે. આ પોલિસી ChatGPT, Gemini જેવા જનરેટિવ મોડલ્સ સહિત તમામ AI ટૂલ્સ પર લાગુ પડશે. કુલ મળીને આ પગલાં દ્વારા ન્યાયિક સ્વતંત્રતા, પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવાનો હાઈકોર્ટનો પ્રયાસ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI in judiciary Gujarat Highcourt AI ban Gujarat High Court decision

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ