બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health department coronavirus 21 June 2020 update Gujarat

આફત / ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો, 24 કલાકમાં નવા 580 કેસ સાથે કુલ દર્દીઓનો આંકડો 27 હજારને પાર

Kavan

Last Updated: 07:58 PM, 21 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 21 દિવસમાં કોરોનાના ફરી એકવાર આજે 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક આંકડો છે. તો આજે પણ સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. તો સુરતમાં ધીમે-ધીમે કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 580 નવા કેસ 
  • સુરતમાં આજે ચિંતાજનક રીતે નોંધાયા 176 નવા કેસ 
  • કુલ દર્દીઓની સંખ્યા 27 હજારને પાર 

આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 580 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 27,317 પર પહોંચ્યો છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 273 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 273 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 176 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 655 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 19,357 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. 

વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

21/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 273
સુરત 176
વડોદરા 41
ગાંધીનગર 15
ભરૂચ 10
અરવલ્લી 9
ભાવનગર 8
જામનગર 8
વલસાડ 5
આણંદ 4
રાજકોટ 4
પંચમહાલ 4
પાટણ 4
અમરેલી 4
બનાસકાંઠા 3
સાબરકાંઠા 3
મહેસાણા 2
જૂનાગઢ 2
બોટાદ 1
ખેડા 1
દાહોદ 1
દેવભૂમિ દ્વારકા 1
સુરેન્દ્રનગર 1

અમદાવાદ બાદ સુરતમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે વધારો 

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં અમદાવાદ બાદ હવે ધીમે-ધીમે ડાયમંડ નગરી સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. ઉલ્લેખનીય છે કે, 14 જૂનના રોજ 76, 15 જૂન 64, 16 જૂન 71, તો 17 જૂનના રોજ 65 નવા કેસ તથા 18 જૂનના રોજ 82 તો 19 જૂનના રોજ 93 કેસ નોંધાયા હતા. ગઇકાલે 103 કેસ થયાં હતા. ત્યારે આજે ફરી એકવાર તો 21 જૂનના રોજ 176 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 25 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1664 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 59 લોકો વેન્ટિલેટર પર છે તો 6296 લોકો સ્ટેબલ છે. 

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે 

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 18837 13610 1332 3895
સુરત 3233 2321 123 789
વડોદરા 1854 1195 47 612
ગાંધીનગર 563 346 23 194
ભાવનગર 197 135 13 49
બનાસકાંઠા 166 139 8 19
આણંદ 151 126 13 12
રાજકોટ 185 94 5 86
અરવલ્લી 176 131 15 30
મહેસાણા 211 128 10 73
પંચમહાલ 139 107 15 17
બોટાદ 72 56 2 14
મહીસાગર 124 108 2 14
ખેડા 118 87 5 26
પાટણ 143 94 11 38
જામનગર 125 67 3 55
ભરૂચ 146 60 6 80
સાબરકાંઠા 151 100 7 44
ગીર સોમનાથ 53 47 0 6
દાહોદ 52 43 0 9
છોટા ઉદેપુર 41 35 2 4
કચ્છ 112 78 5 29
નર્મદા 46 23 0 23
દેવભૂમિ દ્વારકા 20 14 0 6
વલસાડ 69 46 3 20
નવસારી 48 37 1 10
જૂનાગઢ 59 35 1 23
પોરબંદર 14 10 2 2
સુરેન્દ્રનગર 91 49 4 38
મોરબી 10 6 1 3
તાપી 6 5 0 1
ડાંગ 4 4 0 0
અમરેલી 44 13 4 27
અન્ય રાજ્ય 57 8 1 48
TOTAL 27317 19357 1664 6296
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ