બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Government groundnuts support price Congress Lalit Vasoya

ગુજરાત / લાભપાંચમના દિવસે જ ક્યાંક ખેડૂતોને ન બોલાવાયા તો ક્યાંક ખેડૂતો જ ન આવ્યા, કોંગ્રેસે કહ્યું- સરકારની બેદરકારી

Hiren

Last Updated: 04:00 PM, 9 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો છે. પરંતુ ક્યાંક ખેડૂતોને બોલાવવામાં આવ્યા નથી. તો ક્યાંક ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા નથી. જાણો શા માટે ખેડૂતો યાર્ડમાં મગફળી વેચવા માટે નથી આવ્યા.

  • આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત
  • સરકારની બેદરકારીથી લાભ પાંચમના દિવસે ખેડૂતો હેરાન થયા: વસોયા
  • સરકારી બેદરકારીના લીધે ખરીદ કેન્દ્રો શરૂ ન થયા: વસોયા
  • અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગરમાં ખરીદી શરૂ થઇ નથી

આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઇ છે. જો કે હજુ પણ કેટલાક જિલ્લાઓમાં ખરીદી શરૂ નથી થઇ શકી. અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર સહિત કેટલીક જગ્યાઓ પર ટેકાના ભાવે મગફળીની ખરીદી નથી શરૂ થઇ. મેસેજના મળવાને કારણે ખરીદી શરૂ નથી થઇ. તો બીજી તરફ ખુલ્લા બજારમાં ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવ કરતા વધુ પૈસા મળતા હોઈ ખેડૂતો મગફળીનું વેચાણ કરીને વધુ પૈસા કમાઈ રહ્યાં છે. તો ખરીદી ન થતા કોંગ્રેસે સરકાર પર આક્ષેપો કર્યા છે.

ખેડૂતો લાભ પાંચમના દિવસે મગફળી વેચી ન શક્યા: કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા

આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જોકે મગફળી ખરીદીને લઇ કેટલીક જગ્યાઓએ તકલીફો પડતા કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા મેદાને આવ્યા છે. તેમણે સરકાર ઉપર નક્કર આયોજન વગર ખરીદી કરવાનો આરોપ લગાવ્યો છે. સરકારની બેદરકારીને કારણે ખરીદ કેન્દ્રો શરૂ ન થયા હોવાથી ખેડૂતો લાભપાંચમના દિવસે હેરાન થઇ રહ્યા છે. ખેડૂતો મુહૂર્તને દિવસે મગફળી ન વેચી શક્યા હોવાનો પણ લિલત વસોયાએ આરોપ લગાવ્યો હતો. સરકારે જાહેરાત કરતા પહેલા વ્યવસ્થા ગોઠવવાની જરૂર હતી.

રાજકોટ યાર્ડમાં ખેડૂતોને ન બોલાવાયા 

રાજકોટમાં જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે. પરંતુ એકપણ ખેડૂત વેચાણ માટે આવ્યા નથી. ખાનગી હરાજીમાં પુરતા ભાવ મળતા ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા નથી. તો જેતપુર યાર્ડમાં ખેડૂતોને બોલાવવામાં આવ્યા નહતા. કમોસમી વરસાદ થાય તો ખેડૂતોની મગફળીને અસર થાય માટે સાવચેતીના ભાગરૂપે ખરીદી રદ કરવામાં આવી હતી. 

વરસાદની આગાહીના પગલે ભાવનગર યાર્ડમાં ખરીદી મુલતવી રખાઈ

જ્યારે ભાવનગરમાં ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂ થવાની હતી. પરંતુ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહીને લઈને 6 દિવસ સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી મુલતવી રાખવામાં આવી છે. 15 નવેમ્બરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. પુરવઠા વિભાગને લેબર માટે કોઈ કર્મચારીઓ નહીં મળતા આજે જિલ્લામાં કોઈ જગ્યાએ મગફળીની ખરીદી નહીં થાય આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં ગત વર્ષે ૧૭ હજાર ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જે આ વર્ષે ઘટીને માત્ર 6000 ખેડૂતોએ જ ટેકાના ભાવે મગફળી નું વેચાણ કરવા માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

જૂનાગઢમાં 10માંથી એક પણ ખેડૂત મગફળી વેચવા ન આવ્યા

તો આ તરફ જૂનાગઢના ખડિયામાં ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી. આજે લાંભપાંચમે મુહૂર્ત કરવા માટે 10 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ 10માંથી એક પણ ખેડૂત મગફળી વેચવા પહોંચ્યા નહતા. જૂનાગઢમાં 1715 ખેડૂતોએ મગફળી વેચવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જૂનાગઢમાં મગફળની ખરીદી શરૂ છતાં ખેડૂતો ન પહોંચતા અનેક તર્કવિતર્ક થયા હતાં. જ્યારે અરવલ્લીના મોડાસામાં મગફળી ખરીદીમાં પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે. પુરવઠા વિભાગે ટ્રાન્સપોર્ટેશન કોન્ટ્રાક્ટ જ ન કરતા ખરીદી શરૂ થઇ નહીં.

નવા વાવેતર માટે પૈસાની જરૂર હોવાથી ખુલ્લા બજારમાં મગફળી વેચી દઇએ છીએઃ ખેડૂત

લાભ પાંચમના મુહૂર્તએ રાજય સરકાર દ્વારા ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ શરૂ ન થતા. ખુલ્લા બજારમાં ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવ કરતા વધુ પૈસા મળતા હોઈ ખેડૂતો મગફળીનું વેચાણ કરીને વધુ પૈસા કમાઈ રહ્યાં છે. બીજીબાજુ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો જથ્થો વધુ પડતો હોવાથી હાલ માર્કેટિંગ યાર્ડ ફૂલ થઇ જવા પામ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે નવા વાવેતર માટે બિયારણ વગેરે ખરીદવા પૈસાની જરૂર હોવાથી ખુલ્લા બજારમાં માલ વહેંચી રહ્યાં છે. ભાવનગર જિલ્લામાં ગત વર્ષે 17 હજાર ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. ત્યારે આ વર્ષે તેમા ઘટાડો થતા માત્ર 6000 ખેડૂતોએ જ કરાવ્યું રજિસ્ટ્રેશન

ખેડૂતોને એક સપ્તાહના બદલે મોડા રૂપિયા મળે છેઃ કિસાન સંઘ 

લાભ પાંચમે રાજ્યમાં મગફળીની ખરીદીની શરૂઆત થવાની હતી. ત્યારે ભારતીય કિસાન સંઘે સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે સરકાર ટેકાના ભાવ ઓછો આપે છે. વેંહચાયેલા ભાવના રૂપિયા નબળી સિસ્ટમના કારણે અઠવાડિયાની જગ્યાએ 3 મહિને મળે છે. વળતર ઓછુ મળતુ હોવાથી ઓછા ભાવે ખેડૂત પાક વેચી નાખે છે. સરકારે પોતાની નીતિઓમા સુધારો કરવો જોઈએ તેવી ટકોર પણ કિસાન સંઘે કરી છે.

પુરવઠા વિભાગનો દાવો- 155 પૈકી 140 સેન્ટર પર મગફળીની ખરીદી શરૂ

ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે પુરવઠા વિભાગે દાવો કર્યો છે કે 155 પૈકી 140 સેન્ટર પર મગફળીની ખરીદી શરૂ થઇ છે. અને નિગમ દ્વારા ટોકન સ્વરૂપે રાજ્યમાં 1 હજાર મેસેજ કરાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ