બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat Congress may make a big announcement on October 15

ઇલેક્શન 2022 / બસ, બે દિવસ બાકી...ચૂંટણી પહેલા શાંત દેખાતી કોંગ્રેસ 15 ઓક્ટોબરે કરી શકે છે મોટી જાહેરાત

Malay

Last Updated: 12:50 PM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ ફુલ એક્ટિવ જોવા મળી રહી છે. ત્યારે આજે ઉમેદવારોની પ્રથમ યાદીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 15 ઓક્ટોમ્બરની આસપાસ કોંગ્રેસ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

  • ગુજરાત કોંગ્રેસની રાજનીતિને લઈ મોટા સમાચાર
  • દિવાળી પહેલા કોંગ્રેસના ઉમેદવારોનું પહેલું લિસ્ટ થશે જાહેર 
  • 15 ઓક્ટોમ્બરની આસપાસ પ્રથમ યાદી થઈ શકે છે જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજ્યમાં તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. રાજકીય પક્ષો અલગ-અલગ રીતે મતદારોને રીઝવવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસની રાજનીતિને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિવાળી પહેલા કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ જશે.

ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની નથી કરાઈ જાહેરાત 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આ વખતે ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય નેતાઓના આંટાફેરા સતત વધી ગયા છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની ચાર યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરાઈ નથી.  

15 ઓક્ટોમ્બર આસપાસ કોંગ્રેસ ઉમેદવારની પ્રથમ યાદી કરી શકે છે જાહેર 
આ વચ્ચે ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવાળી પહેલા કોંગ્રેસના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર થશે. કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીનો બેઠકોનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. બે દિવસમાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપી દેવાશે. કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી 15 ઓક્ટોબરની આસપાસ જાહેર થઈ શકે છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસની પ્રથમ યાદીમાં 50 જેટલા ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. જોકે, આ અંગે કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

જગદીશ ઠાકોર (ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ)

900થી વધુ આગેવાનો-નેતાઓ ચૂંટણી લડવાની દર્શાવી ઈચ્છા
આપને જણાવી દઈએ કે, કોગ્રેસ દ્વારા દાવેદારોની અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 182 બેઠકો માટે જુદા-જુદા વિસ્તારોમાંથી 900થી વધુ નેતાઓ-આગેવાનોએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી. આ મામલે થોડા દિવસ અગાઉ ગુજરાત કોંગ્રેસના પ્રભાવી રઘુ શર્માએ મહત્વનું નિવદેન આપ્યું હતું. 

ત્રણથી ચાર તબક્કામાં જાહેર કરાશે ઉમેદવારઃ રઘુ શર્મા
રઘુ શર્માએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ત્રણથી ચાર તબક્કામાં ઉમેદવારો જાહેર કરાશે અને પ્રથમ યાદી દિવાળી પહેલા જાહેર કરાશે. તો તેમણે મુખ્યમંત્રી ચહેરાને લઈને કહ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર નહીં કરે. કોંગ્રેસમાં ક્યારેય ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીનું નામ જાહેર કરાતું નથી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ