બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Assembly goes digital: President Murmu launches NeVA

લોન્ચિંગ / ગુજરાત વિધાનસભા બની ડિજિટલ: રાષ્ટ્રપતિ મુર્મુએ કરાવી NeVA ની શરૂઆત, રાજકારણમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા કરી હાંકલ

Malay

Last Updated: 11:29 AM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાત ઈ-વિધાનસભાનું ઉદ્ઘાટન, ગુજરાત વિધાનસભામાં સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, 2 દશકોમાં ગુજરાત વિધાનસભાએ પર્યાવરણ, શિક્ષા, પશુધન અને સેવાઓ માટે અનેક પગલા લીધા છે.

  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે NeVA એપ્લિકેશનનું લોન્ચિંગ 
  • સદન પ્રક્રિયા પેપર લેસ થવાથી પર્યાવરણ સુરક્ષિત થશેઃ રાષ્ટ્રપતિ
  • 'ગણતંત્રના મંદીરમાં સંબોધન કરવું આનંદની વાત છે' 

Gandhinagar News: ગુજરાતના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાત વિધાનસભાના ટૂંકા ચોમાસુ સત્રનો પ્રારંભ કરાવી ઈ-વિધાનસભાનું ઉદ્ધાટન કર્યું છે. આપને જણાવી દઈએ કે, આજથી વિધાનસભાનું 4 દિવસનું સત્ર શરૂ થયું છે. અગાઉ ત્રણ દિવસનું ચોમાસુ સત્ર મળવાનું હતું. જોકે, છેલ્લા દિવસે કામકાજ સલાહકાર સમિતિની મળેલી બેઠકમાં સત્ર એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

May be an image of 1 person, studying and crowd

રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ ઈ-વિધાન એપ્લિકેશનનું કરાયું લૉન્ચિંગ 
આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાત ઈ-વિધાનસભાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે NeVA (નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન)નું લૉન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજનો આ દિવસ આપણા બધા માટે ખાસ છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ભારતના અભિગમને ગુજરાત વિધાનસભાએ વાસ્તવિકરૂપ આપ્યું છે. 

May be an image of 9 people, dais and text

હું રાષ્ટ્રપતિનું સ્વાગત કરું છુંઃ CM ભૂપેન્દ્ર પટેલ 
તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતની વિધાનસભા સંપૂર્ણ રીતે ડિજિટલ બનવા જઈ રહી છે. આ શુભ અવસર પર દેશના રાષ્ટ્રપતિ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે આપણા માટે સૌભાગ્યની વાત છે. મહામહિમ રાષ્ટ્રપતિજી ગુજરાતની આ ધરતી અનેક મહાપુરુષોથી ધન્ય રહી છે. દેશની આઝાદીના મહાનાયક મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની આ પવિત્ર ભૂમિમાં ગુજરાતની સાડા 6 કરોડ જનતા વતી હું તમારું સ્વાગત કરું છું. 

PM મોદી પણ ગુજરાતની ધરાના પુત્ર છેઃ CM
તેઓએ જણાવ્યું હતું કે, વૈશ્વિક નેતા અને વિકાસની રાજનીતિના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ગુજરાતની ધરાના પુત્ર છે. પીએમ મોદીનું પ્રશાસનિક જીવન પણ આજ ગૃહથી શરૂ થયું હતું. આજે દેશ પીએમ મોદીની લીડરશિપમાં વિશ્વગુરુ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. 

'વન નેશન, વન એપ્લિકેશન' ગુજરાત વિધાનસભામાં શરૂ 
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પીએમ મોદીના વન નેશન, વન એપ્લિકેશનના વિચારથી  પ્રેરણા લઈને અમે પણ ગુજરાતની વિધાનસભાને ડિજિટલ વિધાનસભામાં ટ્રાન્સફર કરી છે. ગુજરાત વિધાનસભામાં આજથી નેશનલ ઈ વિધાનસભા એપ્લિકેશન (NeVA)ની શરૂઆત થઈ રહી છે. આ આપણા બધા માટે એક ઐતિહાસિક સમય છે. PMના માર્ગદર્શનમાં ગુજરાત અને દેશ આગળ વધી રહ્યો છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલને પાઠવી શુભેચ્છા
ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતની આ પાવન ભૂમિ પર આવવું મારા માટે સુખદ અનુભૂતિ થાય છે. ગણતંત્રના મંદીરમાં સંબોધન કરવું મારા માટે આનંદની વાત છે. મને એ જાણીને આનંદ થયો છે કે ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રી તરીકે આજે બે વર્ષ પૂર્ણ થયા છે. ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની જનતાની સેવા નીરંતર કરે તેવી હું શુભેચ્છા પાઠવું છું.

રાષ્ટ્રપતિએ ઉમાશંકર જોશીની પંક્તિનો કર્યો ઉલ્લેખ
તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતનો હજારો વર્ષોનો ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતે હંમેશા ભારત અને ભારતવાસીઓના ભવિષ્યની સાથે પોતાના ભવિષ્યને જોયું છે. તેમણે અહીં ગુજરાતના ઉમદા કવિ ઉમાશંકર જોશીની 'હું ગુર્જર ભારતવાસી, ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી..' પંક્તિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, આ કવિતા ગુજરાતની આત્માની પોકાર છે.

ગુજરાત વિધાનસભાએ સમાજના હિતમાં કર્યા છે કાર્યોઃ રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, જ્યારે વર્ષ 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારબાદથી આ વિધાનસભાએ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. પરંતુ આ સદને હંમેશા સમાજના હિતમાં કાર્યો કર્યા છે. સમય સમય પર આ વિધાનસભાએ અનેક સરાહનીય પગલા ભર્યા છે. ગુજરાત વિધાનસભાએ 2 દશકોમાં પર્યાવરણ, શિક્ષા, પશુધન અને સેવાઓ માટે અનેક પગલા લીધા છે.

દરેક ક્ષેત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ છેઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
તેઓએ જણાવ્યું હતું કે, આજે ઈ એસેમ્બલીનું ઉદ્ઘાટન પણ મહત્વપૂર્ણ પગલું છે. આજે ગુજરાત ઈ વિધાનસભાના ઉદ્ધાટન પર હું ગુજરાત સરકારને અભિનંદન પાઠવું છું. ગૃહની પ્રક્રિયા પેપર લેસ થવાથી પર્યાવરણ સુરક્ષિત થશે. તેઓએ કહ્યું હતું કે, સ્વાસ્થ્ય, શિક્ષા, વીજળી, પાણી માટે ગુજરાત સરકારે ધ્યાન આપ્યું છે. મહિલા પ્રતિનિધિત્વ વિશે વાત કરતા તેઓએ કહ્યું કે, સદનમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ છે, દરેક ક્ષેત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ છે, રાજનીતિમાં પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું છે. મહિલાઓને અવસર મળે તો પુરૂષો સાથે ખભે ખભો મિલાવી કામ કરી શકે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ