બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Growing discontent in Congress: Another young leader quits

BIG NEWS / કોંગ્રેસમાં વધતી નારાજગી: વધુ એક યુવા નેતાએ પદ છોડ્યું, પત્ર લખી લગાવ્યા ગંભીર આરોપ

Priyakant

Last Updated: 04:11 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપનાર જયવીર શેરગીલે સોનિયા ગાંધીને મોકલવામાં આવેલા પત્રમાં અનેક આક્ષેપો કર્યા

  • કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી જયવીર શેરગીલનું રાજીનામું 
  • સોનિયા ગાંધીને મોકલવામાં આવેલા પત્ર લખી આપ્યું રાજીનામું 
  • સોનિયા ગાંધીને મોકલેલા પત્રમાં લગાવ્યા અનેક આરોપો

દેશમાં કોંગ્રેસને એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ બની છે. વાત જાણે એમ છે કે, ગુજરાત સહિત અનેક જગ્યાએ કોંગ્રેસમાં જાણે રાજીનામાંની મોસમ પૂરબહારમાં ખીલી હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ અનેક નેતાઓ હવે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી જયવીર શેરગીલે રાજીનામું આપી દીધું છે. 

કોંગ્રેસના યુવા નેતા જયવીર શેરગીલે રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને આપેલા રાજીનામાના પત્રમાં જયવીર શેરગીલે લખ્યું છે કે, આ નિર્ણય લેવો એ હવે જનતા અને દેશના હિતમાં નથી, પણ તે લોકોના સ્વાર્થી હિતથી પ્રભાવિત છે જેઓ ચાટુકારીતામાં વ્યસ્ત છે અને જમીની વાસ્તવિકતાને સતત અવગણી રહ્યા છે.

જયવીર શેરગીલે એમ પણ કહ્યું કે, પાર્ટીમાં ખાનગી હિતોને પ્રાથમિકતા મળી રહી છે, જ્યારે જાહેર અને રાષ્ટ્રીય હિતોની અવગણના કરવામાં આવી રહી છે. શેરગીલે તેમના પત્રમાં જણાવ્યું હતું કે પ્રાથમિક કારણ એ છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વર્તમાન નિર્ણય લેનારાઓની વિચારધારા અને વિઝન હવે યુવાનો અને આધુનિક ભારતની આકાંક્ષાઓ સાથે સુસંગત નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ