બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Great opportunity to buy a cheap house! Rajkot Municipal Corporation reduced the price of PM housing flats by Rs 6 lakh

અનુકરણીય / સસ્તામાં મકાન ખરીદવાની મોટી તક! રાજકોટ મનપાએ PM આવાસના ફ્લેટના ભાવ 6 લાખ ઘટાડ્યા

Mehul

Last Updated: 04:46 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં PM આવાસ યોજનાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય. PM આવાસ યોજના અંતર્ગત ફ્લેટ ન વેચાંતા તેના ભાવમાં ઘટાડો કરાયો.

 

  • ક્રોરોના કાળમાં પ્રધાનમંત્રી આવાસને પણ ગ્રહણ 
  • રાજકોટમાં ફ્લેટ ના વેંચાતા ભાવમાં ધરખમ ઘટાડો
  • મહાનગર પાલિકા ફ્લેટ ધારકને નાણા કરશે પરત  

છેલ્લા બે વર્ષમાં કોરોના કાળમાં સામાન્ય નાગરીકોને અસર કરી ગયેલી આર્થિક બાબતો રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસને પણ ગ્રહણ લગાડી ગઈ. લાખો નોકરીઓ પર તલવાર લટકી ગઈ, કેટલાય ધંધા-રોજગાર અસામાન્ય થયા અને વેપાર ઉધોગો સાથે સંકળાયેલા શ્રમજીવીઓને પણ મોતરું નુકસાન વેઠવું પડ્યું. આવા સંજોગોમાં રાજકોટમાં બનાવાયેલા પ્રધાનમંત્રી આવાસ વેચાયા નહિ. પરિણામે રાજકોટ મહાનગર પાલિકાએ આ આવાસ યોજના અંતર્ગત બનાવાયેલા ફ્લેટ્સની કિમતમાં ભારે ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. અને જે નાગરિકોએ જૂના ભાવે ફ્લેટ ખરીધ્યા હશે તેઓને નાણા પરત આપવાનો પણ નિર્ણય કરાયો છે. 

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 37 જેટલી દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં PM આવાસ યોજનાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં PM આવાસ યોજના અંતર્ગત ફ્લેટ ન વેચાંતા તેના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી હવેથી 3 BHKનો ભાવ 24 લાખની જગ્યાએ 18 લાખ રહેશે.આવાસ યોજનામાં 1268માંથી 975 આવાસ ખાલી રહેતા આ નિર્ણય કરાયો છે. જૂના ફ્લેટ ધારકે 24 લાખમાં ફ્લેટ ખરીદ્યો હશે તેને 6 લાખ રૂપિયા રીઅમ્બર્સ કરાવવાની પણ જાહેરાત કરાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ