બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / ભાવનગર / Govt lays pipeline at cost of Rs 160 crore but water still not coming Bhavnagar

અણઘડ આયોજન / સરકારે 160 કરોડના ખર્ચે પાઇપલાઇન નાંખી, પણ પાણી હજુ ન આવ્યું: ભાવનગરમાં ઉનાળા પહેલા ચિંતા વધી

Kishor

Last Updated: 05:40 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં 160 કરોડના ખર્ચે બોર તળાવમાં સૌની યોજનાની લાઇન નાખવામાં આવી છે. આયોજનના અભાવને પગલે તેનો ઉપયોગ શરૂ ન કરાતા લાઇન ધૂળ ખાઈ રહી છે.

  • ભાવનગરમાં 160 કરોડના ખર્ચે નખાયેલી સૌની યોજનાની લાઇન શોભાના ગાઠિયા સમાન
  • ટેસ્ટીંગ કરાયા બાદ આજ સુધી પાણી છોડવામાં નથી આવ્યું
  • બોર તળાવની સપાટી 44 ફૂટમાંથી 30 ફૂટએ પહોંચી 

રાજ્ય સરકારની સૌની યોજના સૂકા વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે પરંતુ આયોજનમા રહેલ અમુક તૃટીઓને પગલે તેમાં ધારી સફળતા મળતી નથી જેનું જીવતું જાગતું ઉદાહરણ ભાવનગરમાં સામે આવ્યું છે. અહીં ભાવનગરનું બોર તળાવ ભરવા માટે 160 કરોડના ખર્ચે વિકળિયાથી બોરતલાવ સુધી પાઇપ લાઇન નાખવામાં આવી જેનું ટેસ્ટીંગ કરાયા બાદ આજ સુધી પાણી છોડવામાં ન આવતા ખર્ચ પાણીમાં ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે.

 
હવે શહેરને પીવાનું પાણી પૂરું પડતું બોર તળાવ જે ગત વર્ષે ઓવરફ્લો થયેલ તેની સપાટો હવે ઘટી રહી છે. આથી સૌની યોજના હેઠળ બોર તળાવ ભરવામાં આવે તો ઉનાળામાં પાણીની તંગી નિવારી શકાય તે છે.

Bhavnagar, Bhavnagar : ભાવનગર: બોર તળાવ છલક સપાટીએ, ભાવેણાવાસીઓમાં ખુશીની  લહેર | Public App


પાણીની સપાટી 44 ફૂટમાંથી 30 ફૂટએ પહોંચી
ભાવનગર સહિત રાજ્યમાં પાણીની તંગી અનુભવતા શહેરો માટે સરકારે નર્મદાનું પાણી ઠાલવવા માટે સૌની યોજના અમલમા મૂકી છે ભાવનગરના બોર તળાવનો પણ તેમાં સમાવેશ થયો છે વિકળિયા થી બિરતલાવ સુધી લઈ નાખવામાં આવી છે જેનું ઉદભવ સ્થાન સીદસર નજીક છે જયાં બોર તળાવનો સ્ત્રોત વિસ્તાર છે.
હાલ સપાટી 44 ફૂટમાંથી 30 ફૂટએ પહોંચી છે. જેથી પાણીની તંગીના પણ ભણકારા વાગી રહ્યા છે.આવી સ્થિતી વચ્ચે સ્થાનિકનું કહેવું છે કે કરોડોના ખર્ચે નખાયેલી આ લાઇનમાંથી બોરતળાવ ભરવું જોઈએ. જેથી તેની આસપાસના વિસ્તારના પાણીના તળ પણ ઊંચા આવી શકે.  સૌની યોજનાનું જ્યા મુખ્ય વાલ્વ છે ત્યાં વૃક્ષો પણ ઊગી નિકળિયા છે તેની સફાઈ કરવા પણ માંગ ઉઠી છે.


દરરોજ 170 એમ એલ ડી પાણીનું વિતરણ 
મહત્વનું છે કે ભાવનગર મનપા દ્વારા આમ તો શહેરમાં એક પણ દિવસના કાપ વગર દરરોજ 170 એમ એલ ડી પાણી શહેરીજનોને વિતરણ કરવામાં આવે છે. પરંતુ શહેરમાં નગરજનોને ઉનાળામાં પાણીની તકલીફના પડે તે માટે આગોતરું આયોજન જરૂરી છે. 160 કરોડના ખર્ચે નખાયેલી સૌની યોજના ધૂળ ન ખાઈ અને સમયનત્તરે ખાલી થતા તળાવ ભરવું આવશક્ય બન્યું છે. બીજી બાજુ વોટર વર્ક્સ એન્જીનીયરનું કહેવું છે કે હાલ બોર તળાવ અને શેત્રુંજી ડેમમાંથી પાણી લાવીને લોકો અપાઈ છે તેની સામે કોઈ ફરિયાદ નથી આથી હાલ સૌની યીજનાનું પાણી બોર તળાવમાં ઠાલવવાની જરૂરત ન હોવાનો દાવો કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ