બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Govinda joins Eknath Shinde's Shiv Sena ahead of Lok Sabha elections

મુંબઈ / એક્ટર ગોવિંદા એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ, 14 વર્ષ બાદ રિએન્ટ્રી, આ બેઠક પરથી લડશે

Hiralal

Last Updated: 05:49 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડના મશહૂર એક્ટર ગોવિંદા એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થયાં છે અને લોકસભાની ચૂંટણી પણ લડવાના છે.

પૂર્વ સાંસદ અને પ્રખ્યાત ફિલ્મ સ્ટાર ગોવિંદા એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા છે. ગત અઠવાડિયે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે બીજી મુલાકાત કર્યાં બાદ ગોવિંદા શિવેસનામાં જોડાશે તેવી અટકળો ચાલવા લાગી હતી જે આજે સાચી પડી છે. બુધવારે શિંદે કેમ્પના પ્રવક્તા કૃષ્ણા હેગડે ઘેર જઈને ગોવિંદાને મળ્યા હતા આ પછી વાત પાક્કા પાકે થઈ હતી અને તેઓ વિધિવત રીતે એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયાં હતા. 

મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી લડશે લોકસભા 
ગોવિંદાને મુંબઇ-ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી શિવસેનાના યુબીટીના અમોલ કિર્તીકર સામે ટક્કર મળે તેવી શક્યતા છે. 

2004માં ગોવિંદા કોંગ્રેસની ટિકિટ પરથી લડીને બન્યો હતો સાંસદ 
2004ની લોકસભા ચૂંટણીમાં ગોવિંદાએ મુંબઈ નોર્થ લોકસભાથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. તેમણે ભાજપના વરિષ્ઠ નેતા રામ નાઈકને હરાવ્યા હતા. જો કે બાદમાં ગોવિંદાએ કોંગ્રેસ પાર્ટી અને રાજનીતિ સાથે સંબંધ તોડીને 2009ની લોકસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો પરંતુ હવે 2024માં બીજી વાર ચૂંટણી લડશે. 

શિવસેનાને મોટું માથું મળ્યું
ગોવિંદાનું આવવું એકનાથ શિંદેની શિવસેના માટે મોટા ફાયદા સમાન છે. હાલમાં એકનાથ શિંદે એનસીપી અને ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર ચલાવી રહ્યાં છે. આવી સ્થિતિમાં મહા વિકાસ અઘાડીને પણ ટક્કર મળી શકે. મહા વિકાસ અઘાડી (એમવીએ)ના ઘટક પક્ષ કોંગ્રેસ, સેના (યુબીટી) અને એનસીપી (શરદચંદ્ર પવાર) મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકો માટે વહેંચણી અંગે ચર્ચા કરી રહ્યા છે. શિવસેના (યુબીટી)એ કહ્યું છે કે તે રાજ્યની 22 બેઠકો પર ચૂંટણી લડશે. કોંગ્રેસ મુંબઈની છમાંથી ત્રણ બેઠકો - નોર્થ વેસ્ટ, નોર્થ સેન્ટ્રલ અને સાઉથ સેન્ટ્રલની માગણી કરી રહી છે. આ પક્ષો વચ્ચે પરસ્પર સંકલન થાય છે કે નહીં તે જોવું રહ્યું. મહારાષ્ટ્રની 48 બેઠકો માટે લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 20 મે વચ્ચે પાંચ તબક્કામાં યોજાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ