બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Government of National Capital Territory of Delhi (Amendment) Bill, 2023 passed in Lok Sabha

BIG NEWS / VIDEO : લોકસભામાં પસાર થયું દિલ્હી સર્વિસ બીલ AAP સાંસદે સ્પીકર સામે ઉછાળ્યાં કાગળો, મળી મોટી સજા

Hiralal

Last Updated: 08:19 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ સંબંધિત ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી બીલ લોકસભામાં પસાર કરી દેવાયું છે.

  • દિલ્હી સર્વિસ બીલ પર કેન્દ્રનું પહેલું પગલું 
  • લોકસભામાં પસાર કરાયું બીલ
  • હવે રાજ્યસભામાં ખરી કસોટી 

સરકારી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (સુધારા) બિલ 2023 (દિલ્હી સર્વિસ બીલ) લોકસભામાં પસાર કરી દેવાયું છે. ગૃહમંત્રી અમિત શાહે આ બીલ લોકસભામાં રજૂ કર્યું હતું. જોકે આ બીલના વિરોધમાં વિપક્ષી સાંસદોએ વોકઆઉટ કર્યો હતો. આ બીલ પસાર થયા બાદ દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ સંબંધિત તમામ અધિકારો ઉપરાજ્યપાલની મારફતે કેન્દ્ર સરકાર પાસે આવી જશે. સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર સંબંધિત અધિકાર દિલ્હી સરકારને આપ્યો છે પરંતુ કેન્દ્ર તેના વિરોધમાં આ વટહુકમ લઈ આવી છે જે સુપ્રીમના ચુકાદાને રદ બાતલ કરી દેશે. 

અમિત શાહ શું બોલ્યાં હતા 
ગુરુવારે સંસદમાં દિલ્હીને પૂર્ણ રાજ્યના દરજ્જાનો વિરોધ કરતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દિલ્હી પાસે ન તો પૂર્ણ રાજ્યનો દરજ્જો છે કે ન તો તે સંપૂર્ણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તેમણે દિલ્હીના ઇતિહાસનો ઉલ્લેખ કરતા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકર અને પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ નેતાઓએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો અને તેથી જ આજે તે આ સ્વરૂપમાં છે. અમિત શાહે કહ્યું હતું કે 1911માં અંગ્રેજોએ મેહરૌલી અને દિલ્હી તહેસીલોનું વિલિનીકરણ કરીને રચના કરી હતી. તેને પંજાબમાંથી કોતરવામાં આવ્યું હતું.

બીલ પર કેજરીવાલ શું બોલ્યાં

દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે કેન્દ્રના આ વટહુકમનો વિરોધ કરી રહી છે. હકીકતમાં દિલ્હી સરકારને ડર છે કે જો આ વટહુકમ પાસ થઈ ગયો તો  દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગની તેની સત્તા છીનવાઈ જશે અને તેના હાથ ખાલી રહેશે. આ બીલ પસાર થતાં કેજરીવાલ ભડકી ઉઠ્યાં હતા. તેમણે કહ્યું કે અમિત શાહ આ બીલના સપોર્ટમાં એક પણ માન્ય દલીલ આપી શક્યા નથી. 

સ્પીકર પર કાગળો ફેંકવા બદલ AAP સાંસદ સુશીલ કુમાર રિંકુ બરખાસ્ત 
આ બીલના વિરોધમાં AAP સાંસદ સુશીલ કુમાર રિંકુએ અધ્યક્ષની ખુરશી સામે કાગળો ફેંક્યાં હતા. જેની સજા તરીકે તેમને આખા ચોમાસા સત્રમાંથી બરખાસ્ત કરી દેવાયા છે. સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ તેમની બરખાસ્તગીનો ઠરાવ રજૂ કર્યો હતો જેને સ્પીકર ઓમ બીરલાએ મંજૂર રાખ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ