ન્યૂઝ અપડેટ્સ
VTV / Fashion & Beauty / Got acne? If you dont do this thing otherwise you will get the stains
ADVERTISEMENT
યુવાવસ્થામાં છોકરા કે છોકરીઓના ચહેરા પર ખીલ સામાન્ય રીતે વધારે જોવા મળે છે.
ADVERTISEMENT
કેમ થાય છે પિમ્પલ્સ
સ્કીન ઓઇલી હોય અને ત્વચાની અંદર રહેલી તૈલીય ગ્રંથિઓ વધુ તેલ છોડે ત્યારે આવા કેસ વધે છે. આવી સ્થિતિમાં ચહેરો સાફ રાખવાની સલાહ આપવામાં આવે છે, જેથી ફેસ પર જમા ગંદકી તૈલીય ગ્રંથિઓની અંદર જઇને ત્વચાને સંક્રમિત ન કરી શકે. પિમ્પલ્સ શરુઆતની અવસ્થામાં ચહેરા પર નાના દાણાની જેમ દેખાય છે. તેને વારંવાર ન અડવાથી તેનાથી ઇન્ફેક્શન વધી શકે છે. કેટલાક લોકો તેને ફોડી દે છે. તેનાથી બચવું જોઇએ કેમકે ફોડી દેવાને કારણે ચહેરા પર ડાઘ ધબ્બા થઇ જાય છે.
ADVERTISEMENT
પિમ્પલ્સને હાથ ન લગાડો
ખીલ કે ફોડલીઓને ફેલાવાથી રોકવા માટે તેની પર વારંવાર હાથ અડાડવાથી બચવુ જોઇએ. ખીલમાં પ્રોપેનો બેક્ટર એક્ને નામના બેક્ટેરિયા હોય છે. પિંપલ્સ અને ખીલને વારંવાર અડ્યા બાદ જે જગ્યાએ હાથ લગાવીએ ત્યાં ઇન્ફેક્શન થાય છે. તે રોકવા માટે ચહેરાને મોઇશ્વરાઇઝ કરો. તણાવથી દુર રહો અને ડોક્ટરી સલાહ વગર કોઇ ક્રીમ ન લગાવો.
ADVERTISEMENT
જંકફુડ અને તેલ નુકશાનદાયક
જંકફુડ અને તેમા ઉપયોગમાં લેવાતુ તેલ ચહેરા માટે નુકશાનદાયક હોય છે. આપણે કોઇ ફાસ્ટફુડ લઇએ ને તરત તેમાં રહેલુ તેલ ગ્રંથિઓથી થઇને ચહેરાની ગ્લેન્ડ્સમા પહોંચી જાય છે. આમ થતા ચહેરાની માંસપેશીઓ પર પણ ખરાબ અસર પડે છે. જંકફુડની સાથે સાથે તેલ-ઘી અને મસાલાવાળા ખાદ્યપદાર્થોના પ્રયોગથી દુર રહેવુ જોઇએ જેથી ત્વચામાં નિખાર જળવાઇ રહે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો