બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Google action on Gmail Account google will delete inactive gmail and google photos accounts

તમારા કામનું / ચેતજો! આવા Gmail ને તાત્કાલિક બંધ કરી નાંખશે Google, જાણી લો ક્યાંય તમારું પણ નથી ને!

Arohi

Last Updated: 10:07 AM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google action on Gmail Account: ગુગલની તરફથી જીમેલ અને ગુગલ ફોટો એકાઉન્ટ પર એક્શન લેવામાં આવ્યું છે. એવામાં કંપનીએ અમુક એકાઉન્ટને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

  • ગુગલે આવા એકાઉન્ટ્સ સામે લીધુ એક્શન 
  • કંપનીએ કર્યો અમુક એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય 
  • જાણી લો ક્યાંક તમારૂ પણ એકાઉન્ટ એમાં નથીને

જો તમારૂ જીમેલ કે ગુગલ ફોટો એકાઉન્ટ છે, તો તમારા માટે જરૂરી ખબર છે. હકીકતે ગુગલની તરફથી લાખોની સંખ્યામાં જીમેલ અને ગુગલ ફોટો એકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે. ગુગલે જાહેરાત કરી છે કે ડિસેમ્બર 2023ની શરૂઆતથી જીમેલ અને ગુગલ ફોટો એકાઉન્ટને બંધ કરવા માટેનો સિલસિલો શરૂ થશે. 

જો તમે પુછશો કે તે કયા જીમેલ અને ગુગલ ફોટો એકાઉન્ટ બંધ થશે તો જણાવી દઈએ કે ગુગલની તરફથી ઈનએક્ટિવ ગુગલ ફોટો અને જીમેલ એકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે. એટલે કે જે જીમેલ અને ગુગલ ફોટો એકાઉન્ટ એક કે બે વર્ષથી બંધ પડ્યા છે એવા દરેક એકાઉન્ટને ગુગલ બંધ કરશે. 

કેમ બંધ કરવામાં આવી રહ્યા છે Gmail એકાઉન્ટ ?
ગુગલનું માનવું છે કે જે એકાઉન્ટને એક કે બે વર્ષથી ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો તો તે બીન જરૂરી છે. એવા દરેક એકાઉન્ટને બંધ કરી દેવા જોઈએ. ગુગલનું માનવું છે કે તેનાથી જોખમને ઓછુ કરવા અને સુરક્ષા ઉપાય મજબૂત કરવામાં મદદ મળશે. 

કયા Gmail એકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે? 
ગુગલની તરફથી પર્સનલ જીમેલ અને ગુગલ ફોટો એકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે. આ નિયમ સ્કૂલો અને બિઝનેસ એકાઉન્ટ પર લાગુ નહીં પડે. 

ડિલિટ થવા જઈ રહેલા Gmail Accountની કેવી રીતે જાણકારી મેળવશો? 
Googleની માનીએ તો ઈનએક્ટિવ એકાઉન્ટને એક સાથે નહીં બંધ કરી શકાય. આ એક સિસ્ટમેટિક પ્રક્રિયા હશે. સૌથી પહેલા એ એકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે જેમને બનાવ્યા બાદ ક્યારેય પણ ઉપયોગ નથી કરવામાં આવ્યો. ત્યાં જ કોઈ પણ એકાઉન્ટને બંધ કરવા પહેલા કંપની તે એકાઉન્ટ પર અમુક મહિના પહેલા જ મેસેજ મોકલશે કે તમારૂ એકાઉન્ટ ઈનએક્ટિવ હોવાના કારણે બંધ થવા જઈ રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ