બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / Good news for Gujarat Board-Corporation employees: They will get allowance as per seventh pay scheme, but this condition is also kept

ગાંધીનગર / ગુજરાત બોર્ડ-નિગમના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ: મળશે સાતમા પગારપંચ મુજબના ભથ્થા, પણ રાખી આ શરતો

Vishal Khamar

Last Updated: 03:40 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં બોર્ડ-નિગમનાં કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા દિવાળી પહેલા મહત્વનો નિર્ણય કર્યો છે. ત્યારે થોડા સમય પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30 ટકાના વધારાની જાહેરાત કરી હતી. હવે બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમાં પગારપંચ મુજબ કર્મચારીઓને ભથ્થામાં વધારો કર્યો છે.

  • રાજ્યનાં બોર્ડ-નિગમનાં કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
  • ઘર ભાડું, મોંઘવારી ભથ્થું, મેડિકલ તેમજ પરિવહન ભથ્થામાં વધારો
  • નાણાં વિભાગ દ્વારા શરતોને આધિન બોર્ડ નિગમના કર્મચારીઓને લાભ

રાજ્યનાં બોર્ડ-નિગમનાં કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે.  જેમાં  દિવાળી પહેલા બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબનાં ભથ્થામાં વધારાનો નિર્ણય કર્યો છે. જેમાં ઘર ભાડુ, મોંઘવારી ભથ્થુ, મેડિકલ તેમજ પરિવહન ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમાં પગાર પંચ મુજબનાં ભથ્થા કર્મચારીઓને મળશે. નાણાં વિભાગ દ્વારા શરતોને આધિન બોર્ડ નિગમનાં કર્મચારીઓને લાભ મળશે. તેમજ રાજ્ય સરકારના ખોટ કરતા નિગમનાં કર્મીઓને આ વધારાનો લાભ મળશે નહી તેમ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. 

સુવિધાઓનો લાભ શરતોને આધીન આપવાનું ઠરાવવામાં આવ્યું

કેન્દ્રીય સાતમાં પગારપંચનો રાજ્ય સરકારની મંજૂરીથી લાભ મેળવતા રાજ્ય સરકાર હસ્તકનાં જાહેર સાહસો-બોર્ડ નિગમોને ઘરભાડું, મોંઘવારી ભથ્થુ, મેડિકલ તેમજ પરિવહન ભથ્થાનો લાભ આપવામાં આવેલ છે. રાજ્યનાં બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબનાં ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ તમામ સુવિધાઓનો લાભ તેઓને શરતોનો આધીન આપવાનું ઠરાવમાં નક્કી કરવામાં આવ્યું છે.  

(1) રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં જાહેર સાહસો-બોર્ડ નિગમોને જેમને નાણાં વિભાગનાં પરામર્શમાં રાજ્ય સરકારની મંજૂરીથી સાતમાં પગારપંચનાં લાભ આપવામાં આવેલ છે. ત્યારે શરતોનો અમલ કરેલ હશે તેવા જાહેર સાહસો-બોર્ડ-નિગમોને આ શરતો લાગુ પડશે.

(2) છઠ્ઠા પગારપંચ અન્વયે જે જાહેર સાહસોમાં ઘરભાડા ભથ્થા, સ્થાનિ વળતર ભથ્થા, તબીબી ભથ્થા તથા પરિવહન ભથ્થાનાં લાભ ગુજરાત મુલકી સેવા નિયમો 2022 ને આધીન આપવામાં આવતા હશે તેવા જાહેર સાહસોને આ ભથ્થા મળવાપાત્ર થશે. 

(3) ઠરાવની સૂચનાઓનો અમલ કરવા માટે જે તે બોર્ડ-નિગમો દ્વારા પોતાનાં કાર્યવાહક મંડળ, બોર્ડ ઓફ ડીરેક્ટર્સની બેઠકમાં જરૂરી ઠરાવ પસાર કરવાનો હેશે. તથા અમલવારીની જાણ નાણાં વિભાગને અચૂક કરવાની રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ