બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / Godhra Movie Teaser: Godhra incident movie announcement, 1 min 11 sec teaser release

Godhra Movie Teaser / 1 મિનિટ 11 સેકન્ડનું ગોધરા કાંડનું ટીઝર જોઇ આંખ પણ મટકું નહીં મારે, 21 વર્ષ બાદ ફરી એ દિવસો આંખ સામે તરી જશે

Pravin Joshi

Last Updated: 09:55 PM, 30 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Godhra Movie Teaser : સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાવવાની ઘટના પર ફિલ્મ બની રહી છે. ગોધરાની ઘટના તરીકે ઓળખાતી આ ઘટનામાં 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ફિલ્મનું ટીઝર આવી ગયું છે.

  • ગોધરાઃ એક્સિડેન્ટ એન્ડ કોન્સ્પિરસી ફિલ્મનું ટીઝર કરાયું રિલીઝ 
  • ગોધરાથી અમદાવાદ જતી ટ્રેનમાં આગ લાગતા 59 લોકોએ જીવ ગુમાવ્યા
  • આ ગોધરાની ઘટનાના લગભગ 21 વર્ષ બાદ તેના પર બની રહી છે ફિલ્મ 

27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતમાં ગોધરાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી, જેમાં 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના લગભગ 21 વર્ષ બાદ તેના પર ફિલ્મ બની રહી છે. ફિલ્મનું નામ ગોધરાઃ એક્સિડેન્ટ એન્ડ કોન્સ્પિરસી રાખવામાં આવ્યું છે અને તેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

1 મિનિટ 11 સેકન્ડના ટીઝરમાં શું છે?

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મની જાહેરાતનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત છે. ટીઝરની શરૂઆત ટ્રેનના વિઝ્યુઅલથી થાય છે અને પછી ટ્રેનને આગ લાગતી બતાવવામાં આવે છે. ટીઝરમાં એક ફાઇલ પણ બતાવવામાં આવી છે, જેમાં નાણાવટી મેગાટા કમિશન લખેલું છે. ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી નથી.

 

મેકર્સે મોટા દાવા કર્યા

નિર્માતાઓ દાવો કરે છે કે તેઓએ ફિલ્મ માટે સખત મહેનત કરી છે અને તેને બનાવતા પહેલા પાંચ વર્ષ સુધી સંશોધન કર્યું છે. યુટ્યુબ પર ટીઝર શેર કરતી વખતે દાવો કરવામાં આવ્યો છે કે સંશોધન દરમિયાન ઘણા આશ્ચર્યજનક તથ્યો સામે આવ્યા છે, જેને ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ કેસમાં 31 લોકોને આજીવન કેદની સજા 

તમને જણાવી દઈએ કે 2002ની આ ઘટનામાં સાબરમતી ટ્રેનની બોગી નંબર S6માં આગ લાગી હતી. અહેવાલો અનુસાર ગોધરા સ્ટેશનથી ટ્રેન ઉપડતાની સાથે જ ટ્રેનની ચેઈન ખેંચાઈ ગઈ અને ટ્રેન થંભી ગઈ. આ પછી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો અને પછી એક કોચને આગ ચાંપી દેવામાં આવી. આ ઘટના પછી તોફાનો શરૂ થયા અને કેટલાય લોકોના મોત થયા. આ કેસમાં 31 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ