બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Gautam Gambhir Stops Kyle Mayers From Talking to Virat Kohli watch video

IPL 2023 / શાંતિથી વાત કરી રહ્યો હતો કોહલી, ગંભીર આવ્યો અને ખેંચીને લઈ ગયો... બસ પછી જ શરૂ હાઈવૉલ્ટેજ ડ્રામા

Megha

Last Updated: 11:38 AM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેનો 10 વર્ષ જૂનો ઝઘડો આ સિઝનમાં બીજી વખત સામે આવ્યો છે. આ વિવાદના ઘણા વિડીયો ઈન્ટરનેટ પર જોવા મળશે પણ અમે તમને વિવાદની સંપૂર્ણ વાત જણાવવા જઈ રહ્યા છીએ.

  • કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી
  • 10 વર્ષ જૂનો ઝઘડો આ સિઝનમાં બીજી વખત સામે આવ્યો
  • ગંભીર કોહલી સાથે વાત કરતાં મેયર્સને હાથ ખેંચીને દૂર લઈ ગયો 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં ફરી એકવાર ભારતીય ક્રિકેટના બે સુપર સ્ટાર વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. IPL 2023માં સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું. આ મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ બંનેને IPL આચાર સંહિતા તોડવા બદલ 100 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

10 વર્ષ જૂનો ઝઘડો આ સિઝનમાં બીજી વખત સામે આવ્યો
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેનો 10 વર્ષ જૂનો ઝઘડો આ સિઝનમાં બીજી વખત સામે આવ્યો છે. ઇકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી લો સ્કોરિંગ મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા પરાજય મળ્યો હતો. મેચ દરમિયાન વિરાટ કોહલી ઘણી વખત આક્રમકતા અંદાજ જોવા મળ્યો હતો. કેટલાક ખેલાડીઓ સાથે તેની નજીવી તકરાર થઈ હતી, જે મેચના અંત સુધીમાં ગંદી લડાઈમાં ફેરવાઈ ગઈ હતી. આ ફાઇટ સીનમાં ઘણા પાત્રો હોવા છતાં કેન્દ્રમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર છે.

ગંભીર હાથ ખેંચીને દૂર લઈ ગયો 
આમ તો આ વિવાદના ઘણા વિડીયો ઈન્ટરનેટ પર જોવા મળશે પણ અમે તમને વિવાદની સંપૂર્ણ વાત જણાવવા જઈ રહ્યા છીએ. વાતએમ છે કે વિરાટ અને ગૌતમ ગંભીર વચ્ચેની આ લડાઈ એક ઘટના પછી શરૂ થઈ હતી. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મેચ બાદ વિરાટ લખનૌના કેરેબિયન ઓલરાઉન્ડર કાયલ મેયર્સ સાથે સામાન્ય વાતચીત કરી રહ્યો છે પણ આ દરમિયાન લખનૌનો મેન્ટર ગૌતમ ગંભીર ત્યાં પહોંચી ગયો અને મેયર્સનો હાથ ખેંચીને તેને દૂર લઈ ગયો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે તે કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે કે કોહલી સાથે વાત કરવાની જરૂર નથી અને આ ઘટના પછી કોહલી વધુ ચિડાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. 

ગંભીરના ખભા પર હાથ મૂક્યો અને...
વિરાટ કોહલી મહેસુસ કરવા લાગ્યો હતો અને કદાચ તે પોતાનો પક્ષ પણ રજૂ કરવા માંગતો હતો. ગૌતમ ગંભીરને ખુલાસો આપવા માંગતો હતો કે વાસ્તવમાં મેદાનમાં શું થયું ? ક્યાંથી વિવાદ શરૂ થયો? પણ ગૌતમ ગંભીર ખૂબ જ ગુસ્સામાં હતો. તે વિરાટ સાથે વાત કરવાના મૂડમાં નહોતો અને બડબડતો ત્યાંથી જતો રહ્યો. આ દરમિયાન કોહલી પણ ચૂપ ન રહી શક્યો અને તેણે ગૌતમ ગંભીરને ઈશારો કરીને પોતાની પાસે બોલાવ્યો અને તેના ખભા પર હાથ મૂક્યો. આ જોઈને આસપાસ ઉભેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ બંને ભાગવા લાગ્યા પણ વિરાટ અને ગંભીર વચ્ચે શબ્દોનું યુદ્ધ ચાલુ રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ