બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / Gautam Adani again Asia second richest person left mukesh ambani behind this year earnings

કમાલ / ફરી એકવાર એશિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી, આ વાતમાં મુકેશ અંબાણીને આપી દીધી માત

Bhushita

Last Updated: 08:36 AM, 3 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પાવરના શેરમાં બંપર તેજીના કારણે ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના બીજા નંબરના અમીર વ્યક્તિ બન્યા છે. આ વર્ષે કમાણીની વાતમાં મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે.

  • એશિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી
  • આ વાતમાં મુકેશ અંબાણીને આપી દીધી માત
  • અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પાવરના શેરમાં બંપર તેજી રહી કારણ

 
એકવાર ફરીથી ગૌતમ અદાણી એશિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. પહેલા નંબરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી છે. બ્લૂમબર્ગ બિલિનેયર ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 71.30 અરબ ડોલર છે. તેઓ દુનિયામાં આ સમયે 14મા સૌથી રઈસ વ્યક્તિમાં છે. મુકેશ અંબાણી 87.8 અરબ ડોલરની સંપત્તિ સાથે 12મા સૌથી રઈસ વ્યક્તિ છે.  

જૂન મહિનામાં 3 વિદેશી રોકાણકારોએ અદાણી ગ્રૂપમાં હજારો કરોડનું રોકાણ કર્યું હતું અને તેને ફ્રિઝ કરી દેવાયું હતું. આ પછી આ ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો. 2 મહિના બાદ ફરીથી અદાણીની કિસ્મત ચમકી. આ વર્ષે ગૌતમ અદાણીની સંપત્તિમાં 37.5 અરબ ડોલરનો વધારો થયો છે જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં 11.10 અરબ ડોલરનો વધારો થયો છે.  

જેફ બેજોસ નંબર 1 પર
બ્લૂમબર્ગ બિલિનેયર ઈન્ડેક્સના અનુસાર જેફ બેજોસ 201 અરબ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના નંબર 1 રઈસ છે. ટેસ્લાના એલન મસ્ક  199 અરબ ડોલર સાથે બીજા નંબરે તો બર્નાર્ડ અર્નાલ્ટ 167 અરબ ડોલરની સાથે ત્રીજા નંબરે છે. આ વર્ષે સંપત્તિના ઉછાળામાં ગૌતમ અદાણી 5મા નંબરે છે અને તેમની સંપત્તિમાં 37.5 અરબ ડોલરનો વધઆરો જોવા મળ્યો છે. 52.30 અરબ ડોલરના ઉછાળા સાથે બર્નાર્ડ  અર્નાલ્ટ પહેલા નંબરે છે.  

રિલાયન્સના શેરની સ્થિતિ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો ગુરુવારે આ શેર 1.20 ટકાના વધારા સાથે 2295 રૂપિયાના સ્તરે બંધ થયો.કારોબાર સમયે 2300 ના સ્તરને પાર કરી ચૂક્યો હતો. ઓક્ટોબર 2020 બાદ પહેલી વાર આ સ્થિતિએ પહોંચ્યું છે અને આ ઓલટાઈમ હાઈ 2369 રૂપિયા રહ્યો છે.  

અદાણી પાવરનું પ્રદર્શન
અદાણી ગ્રૂપની 6 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. થોડા સમયથી અદાણી પાવર, અદાણી ગેસ અને અદાણી એન્ટરપ્રાઈઝના શેરનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. અદાણી પાવરના શેરમાં 8 કારોબારી સત્રોના અપર સર્કિટ લાગ્યા છે. ગુરુવારે શેર 108 રૂપિયા પર બંધ થયો હતો. 23 ઓગસ્ટે તે ફક્ત 73 રૂપિયા રહ્યો હતો.  આ રીતે અદાણી ટ્રાન્સમિશનના શેર પણ સતત 10 કારોબારી સેશનમાં અપર સર્કિટ લાગ્યો. ગુરુવારે તે 1672 રૂપિયાના સ્તરે બંધ થયો. 11 ઓગસ્ટે તેના શેરમાં છેલ્લી વાર ઘટાડો થયો હતો અને તે દિવસે તે 946 રૂપિયા પર બંધ થયો હતો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ