બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / gas cylinder safety tips how to check gas cylinder leakage

ટીપ્સ / Safety Tips: ગેસ સિલિન્ડર લીક થઇ રહ્યું છે કે નહીં, મિનિટોમાં આ રીતે મેળવો જાણકારી

Premal

Last Updated: 04:55 PM, 30 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલા લોકો ખાવાનુ બનાવવા માટે, પાણી ગરમ કરવા માટે વગેરે માટે લાકડાના સ્ટવનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે શહેર જ નહીં પણ ગામડા સુધી રસોઈ ગેસ અને સિલિન્ડર પહોંચી ગયુ છે. ગેસ સિલિન્ડરની સાથે એક સૌથી મોટી સમસ્યા એ જોવામાં આવી છે અને તે છે ગેસ લીક થવાની.

  • શહેર નહીં પણ ગામડા સુધી રસોઈ ગેસ અને સિલિન્ડર પહોંચી ગયા
  • ગેસ સિલિન્ડરની સાથે એક સૌથી મોટી સમસ્યા છે ગેસ લીક થવાની
  • તમે આ રીતે મિનિટોમાં લીક ગેસની જાણકારી મેળવી શકો છો 

ઘણા લોકો આ ચેક કરી શકતા નથી કે તેમનો ગેસ સિલિન્ડર લીક તો નથી ને. શું તમારી સાથે પણ આ સમસ્યા થાય છે? જો તમારો જવાબ હામાં હોય તો આજે અમે તમને અમુક ખાસ પદ્ધતિ જણાવીશું. જેની મદદથી તમે મિનિટોમાં લીક ગેસની જાણકારી મેળવી શકો છો.

 

આ રીતે જાણકારી મેળવી શકશો

પાણીની મદદથી 

તમારું ગેસ સિલિન્ડર લીક છે કે નહીં, તેની તપાસ તમે પાણીની મદદથી કરી શકો છો. તમારે સિલિન્ડરમાં રેગ્યુલેટર લગાવતી જગ્યાએ થોડુ પાણી નાખવુ પડે છે. એવામાં જો તેમાંથી પરપોટા ઉઠી રહ્યાં છે, તો આ સંકેત હોય છે કે તમારું ગેસ સિલિન્ડર લીક છે. જ્યારે પરપોટા ના થાય ત્યારે તમારું સિલિન્ડર સારું છે તેવુ માનવુ. 

સૂંઘીને જુઓ 

તમારું ગેસ સિલિન્ડર લીક થઇ રહ્યું છે કે નહીં, તેની તપાસ તમે સુંઘીને પણ કરી શકો છો. જો તમને થોડુ એવુ લાગે તો તમારે ગેસ રેગ્યુલેટરની પાસે બીજી પાઈપ જોઈન્ટવાળી જગ્યાએ સૂંઘવુ. આવુ કરીને તમે પણ ગેસ લીક થયા હોવાની માહિતી મેળવી શકો છો. 

ચેક કરતા રહો 

ગેસ સિલિન્ડરને તમે જ્યારે ઘરે લાવો છો તો તમારે તેના ઉપયોગ દરમ્યાન સમય-સમય પર ચેક કરતુ રહેવુ જોઈએ. લગાવતા પહેલા અને ઉપયોગની વચ્ચે સિલિન્ડરને ચેક કરતા રહો કે આ લીક તો થઇ રહ્યું નથી ને.

તાત્કાલિક સિલિન્ડર બદલો

જો તમને ખબર છે કે તમારું સિલિન્ડર લીક થઇ રહ્યું છે, તો તમારે તેનો ઉપયોગ નહીં કરવાનો. જેના પર કેપ લગાવીને તેને બંધ કરીને અલગ મુકી દો અને સૌથી પહેલા તમારી ગેસ એજન્સીને તેની માહિતી આપો. ત્યારબાદ તે તમારું ગેસ સિલિન્ડર તાત્કાલિક બદલાવી દેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ