બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / Gandhinagar meeting on Kharif crop prices for the year 2024-25 under the chairmanship of Agriculture Minister

મહામંથન / બુધવારે કૃષિમંત્રી કરશે ખરીફ પાકના ભાવ મુદ્દે 'મહામંથન', જાણો ચોમાસું પાકના ભાવ માટે કેવો ટેકો ઇચ્છે છે ખેડૂતો?

Dinesh

Last Updated: 10:32 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: ખેડૂત મોટેભાગે એવું ઈચ્છે છે કે પાક બજારમાં પહોંચે ત્યાં સુધીમાં થતો ખર્ચ તેની આવક કરતા ઓછો હોવો જોઈએ

  • ગાંધીનગરમાં કૃષિમંત્રીની અધ્યક્ષતામાં બેઠક
  • વર્ષ 2024-25 માટે ખરીફ પાકના ભાવ નક્કી થશે
  • કૃષિ વિભાગના અધિકારી, કિસાનસંઘના આગેવાનો સાથે ચર્ચા


હવે એ સમય આવ્યો છે કે જ્યારે રાજ્ય સરકાર તરફથી ખરીફ પાક માટે ટેકાના ભાવની ભલામણ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. આ માટેની તૈયારીઓ થઈ ચુકી છે અને કૃષિમંત્રી આ મુદ્દે મહત્વની બેઠક પણ કરશે. રાજ્યમાં આ વખતે ચોમાસાએ પોતાના રંગ અનિયમિતપણે બતાવ્યા જેને લીધે ખરીફ પાકને થોડી અસર ચોક્કસ પહોંચી છે. જ્યારે વાવેતરનો સમય આવ્યો ત્યારે પાકને અસર પહોંચ્યાની સ્થિતિ પણ આવીને ઉભી રહી ગઈ. ગત વર્ષે તો સરકારે વાવેતર પહેલા જ ખરીફ પાક માટે ટેકાના ભાવ જાહેર કરી દીધા હતા ત્યારે આ વખતે પણ ટેકાના ભાવ મુદ્દે ખેડૂતોની પોતાની અપેક્ષા હોવાની છે. ખેડૂત મોટેભાગે એવું ઈચ્છે છે કે પાક બજારમાં પહોંચે ત્યાં સુધીમાં થતો ખર્ચ તેની આવક કરતા ઓછો હોવો જોઈએ. મોટેભાગે એવુ બને છે કે ખેડૂત માટે આ બે છેડા ભેગા કરવા આજની પરિસ્થિતિમાં બહુ જ મુશ્કેલ થઈ જાય છે. ખર્ચ કરવાની સામે સરકાર જે ટેકાનો ભાવ આપે તે નહીંવત હોય છે અને તેના કરતા ઓપન માર્કેટમાં ખેડૂતોને વધુ ભાવ મળે છે. ગત વર્ષે કપાસ અને મગફળી જેવા મહત્વના પાકના તો ખેડૂતોને મણદીઠ સારા ભાવ મળ્યા હતા ત્યારે આ વર્ષે ખેડૂતોની અપેક્ષા કેટલી ફળીભૂત થાય છે તે કેન્દ્ર સરકાર ઉપર આધાર રાખે છે. 

ખેડૂતોની અપેક્ષા શું છે ?
ગાંધીનગરમાં કૃષિમંત્રીની અધ્યક્ષતામાં વર્ષ 2024-25 માટે ખરીફ પાકના ભાવ નક્કી કરવા માટે બેઠક મળશે. જેમા કૃષિ વિભાગના અધિકારી, કિસાનસંઘના આગેવાનો સાથે ચર્ચા થશે. ખરીફ પાકના વાવેતરની સમીક્ષા કરવામાં આવશે તેમજ ચર્ચા-વિચારણાં પછી કેન્દ્રને ભલામણ મોકલવામાં આવશે. ખરીફ પાકના ભાવ અંગે ખેડૂતોની અપેક્ષા શું છે તે મહત્વનો સવાલ છે.

વાંચવા જેવું: સમગ્ર દેશમાં ગુજરાતના ટેબ્લોનો ડંકો: 2 એવોર્ડ સાથે સતત બીજા વર્ષે પહેલા નંબરે, આટલા ટકા વોટ મળ્યા

2023-24 માટે ટેકાનો ભાવ કેટલો?
કપાસ
1324/મણ

મગફળી
1275/મણ

ડાંગર
436/મણ

જુવાર
636/મણ

મકાઈ
418/મણ

અડદ
1390/મણ

બાજરી
500/મણ

તુવેરદાળ
1400/મણ

સોયાબીન
920/મણ

તલ
1727/મણ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ