બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / From now on Tirupati Balaji's temple will be built in every state of the country

નિર્ણય / હવેથી દેશના દરેક રાજ્યોમાં બનશે તિરૂપતિ બાલાજીનું મંદિર, જાણો ગુજરાતમાં કયા સ્થાને નખાશે પાયો

Malay

Last Updated: 11:21 AM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે સૌથી મહત્વનો નિર્ણય લીધો છે. ટ્રસ્ટ દ્વારા ભારતના દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભગવાન વેંકટેશનના મંદિરની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

  • દરેક રાજ્યમાં બનશે ભવ્ય તિરુપતિ મંદિર
  • TTD દ્વારા કરવામાં આવી રહ્યું છે પ્લાનિંગ 
  • ગુજરાતના ગાંધીનગર ખાતે બનાવાશે મંદિર

વિશ્વના સૌથી ધનિક ટ્રસ્ટ તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમે ભારત દેશના દરેક રાજ્યમાં તિરુપતિ મંદિર બનાવવાનો નિર્ણય લીધો છે. આંધ્ર પ્રદેશમાં તિરુપતિના પર્યાય ભગવાન વેંકટેશ્વર મંદિરની પ્રતિમાઓ દેશભરમાં જમ્મુ, નવી મુંબઈ, ગુજરાત અને છત્તીસગઢ જેવા અનેક રાજ્યોમાં બનાવવામાં આવી રહી છે. આ વિશ્વના સૌથી ધનાઢ્ય મંદિર ટ્રસ્ટ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા મહત્વાકાંક્ષી યોજનાનો એક ભાગ છે. આ યોજના હેઠળ દરેક રાજ્યમાં તિરુપતિ મંદિર બનાવી ભગાવન બાલાજીના દેશવ્યાપી દર્શન સુનિશ્ચિત કરવામાં આવશે.

તિરૂપતિ બાલાજી મંદિરના 170 કર્મચારીઓને કોરોના, આ કર્મચારીઓને અપાઈ રજા | 170  employees of corona in tirumala tirupati devasthanam discharged from duty  over 60 years

1933માં થઈ હતી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની સ્થાપના
1933માં સ્થપાયેલ ટીટીડી (TTD) ટ્રસ્ટ શરૂઆતમાં માત્ર થોડા મંદિરોનું સંચાલન કરતું હતું, જેમાં તિરુમાલા ખાતે આવેલ પ્રતિષ્ઠિત ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિર, તિરુચાનુર ખાતે આવેલ શ્રી પદ્માવતી અમ્માવરી મંદિર અને તિરુપતિ ખાતે આવેલ શ્રી ગોવિંદરાજા સ્વામી મંદિરનો સમાવેશ થાય છે. પરંતુ ટ્રસ્ટની સ્થાપના થયાના નવ દાયકામાં તેણે સમગ્ર ભારતમાં ભગવાન વેંકટેશ્વરને સમર્પિત 58 મંદિરોની સ્થાપના કરી છે. જોકે, તેમાંના મોટાભાગના દક્ષિણના રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં આવેલા છે.

તિરૂપતિ બાલાજી મંદિરના 170 કર્મચારીઓને કોરોના, આ કર્મચારીઓને અપાઈ રજા | 170  employees of corona in tirumala tirupati devasthanam discharged from duty  over 60 years

આંધ્રપ્રદેશ પછી પહેલું મંદિર ઉત્તરાખંડમાં
TTDએ સૌથી પહેલા આંધ્રમાં મંદિરોના નિર્માણ માટે અધિગ્રહણ શરૂ કર્યું હતું. આ ક્ષેત્રની બહાર પ્રથમ મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષ 1969માં ઉત્તરાખંડના ઋષિકેશમાં બનાવવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2019માં કન્યાકુમારીમાં ભગવાન વેંકટેશ્વર મંદિરની સ્થાપના કરવામાં આવી અને તેનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ 8 જૂને જમ્મુમાં એક મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, જ્યાં કેન્દ્રિય ગૃહમંત્રી  અમિત શાહ પણ દર્શન કરવા પહોંચ્યા હતા.

તિરુપતિ બાલાજી મંદિર ખૂલતાંની સાથે જ બની એવી ઘટના કે ફરી 2 દિવસ માટે બંધ  કરવું પડ્યું | Shortly after opening Tirupati balaji mandir closes after  employee tested positive

ગુજરાતમાં પણ બનાવાશે મંદિર
ટ્રસ્ટ ગુજરાતના ગાંધીનગર, છત્તીસગઢના રાયપુર અને બિહારમાં વધુ ત્રણ મંદિરો બનાવવાનું વિચારી રહ્યું છે, જેના માટે નીતિશ કુમાર સરકાર સાથે પણ ચર્ચા ચાલી રહી છે. ટ્રસ્ટે તાજેતરમાં મહારાષ્ટ્રમાં પણ ભગવાન બાલાજી મંદિરનો શિલાન્યાસ કર્યો છે. રાજ્ય સરકારે નવી મુંબઈમાં આશરે રૂ.600 કરોડની કિંમતની 10 એકર જમીન ફાળવી છે, જ્યાં TTD મંદિરના નિર્માણ માટે આશરે રૂ. 70 કરોડનો ખર્ચ કરશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ