ટૂંક સમયમાં AIIMSમાં ડાયગ્નોસ્ટિક સેન્ટર શરૂ કરવામાં આવશે જેની મદદથી નવજાત શિશુઓ બીમારીઓથી સુરક્ષિત રહેશે અને ગર્ભમાં રહેલા બાળકોના રોગો એમના જન્મ પહેલા શોધી શકાશે.
ગોરખપુર AIIMSમાં એક નવી શરૂઆત થવા જઈ રહી છે
ગર્ભમાં રહેલા બાળકોના રોગોને અગાઉથી શોધી શકાશે
ટૂંક સમયમાં ડાયગ્નોસ્ટિક સેન્ટર શરૂ કરવામાં આવશે
ગોરખપુર AIIMSમાં એક નવી શરૂઆત થવા જઈ રહી છે. આના માધ્યમથી ડોકટરો ગર્ભમાં રહેલા બાળકોના રોગોને અગાઉથી શોધી શકશે અને તેમની સારવાર પણ શક્ય બનશે. અત્યાર સુધી આ સુવિધા માત્ર લખનૌમાં જ ઉપલબ્ધ હતી પરંતુ હવે AIIMSમાં આ સુવિધા શરૂ થયા બાદ આ સુવિધા ગોરખપુર સહિત આસપાસના ગામના લોકો માટે અહીં જ ઉપલબ્ધ થશે.
ડાયગ્નોસ્ટિક સેન્ટર શરૂ કરવામાં આવશે
મહત્વનું છે કે આ માટે ટૂંક સમયમાં AIIMSમાં ડાયગ્નોસ્ટિક સેન્ટર શરૂ કરવામાં આવશે અને આ કેન્દ્ર AIIMSના બાયોકેમિસ્ટ્રી વિભાગમાં કાર્યરત થશે. એટલે કે ગોરખપુર AIIMSમાં ડાયગ્નોસ્ટિક સેન્ટર શરૂ થવાથી નવજાત શિશુઓ બીમારીઓથી સુરક્ષિત રહેશે અને ગર્ભમાં રહેલા બાળકોના રોગો એમના જન્મ પહેલા શોધી શકાશે.
ગર્ભમાં રહેલા બાળકોના રોગો શોધી શકાશે
આ વિશે બાયોકેમિસ્ટ્રી વિભાગના ડો.પ્રભાત સિંહે જણાવ્યું હતું કે તેના લોન્ચિંગથી ગર્ભમાં રહેલા બાળકોના રોગો શોધી શકાશે. આ સાથે સગર્ભા મહિલાઓની તપાસ પણ કરવામાં આવશે અને ગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય રોગોની સારવાર કરવામાં આવશે. આ સાથે જ કેટલીક એવી બીમારીઓ પણ છે જેના વિશે પતિ-પત્નીને અગાઉથી જણાવી શકાય છે. ડૉક્ટરે કહ્યું કે રોગોની ઓળખ કર્યા પછી, યુગલોની સારવાર પણ કેન્દ્રમાં કરવામાં આવશે.
પ્રેગ્નન્સીનો પહેલો ત્રિમાસિક સમય ખૂબ જ મહત્વપૂર્ણ
આ સેન્ટર શરૂ થવાથી નવજાત બાળકોને ઘણી મદદ મળશે. તેમજ તપાસ બાદ કેટલાક એવા કિસ્સાઓ છે કે જેમાં બાળકોના જન્મ પછી સારવાર કરવામાં આવશે. જેથી તે સામાન્ય જીવન જીવી શકે, AIIMSના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. સુરેખા કિશોર કહે છે કે પ્રેગ્નન્સીનો પહેલો ત્રિમાસિક સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે, આ સમયે મહિલાઓને તેમની ગર્ભાવસ્થા વિશે સાચી માહિતી મળે છે. તેમજ ડીએનએ સિક્વન્સીંગ દ્વારા બાળકોમાં થતા રોગોની ઓળખ કરી શકાય છે અને તેની યોગ્ય સમયે સારવાર કરવામાં આવે છે. જેથી બાળક ભવિષ્યમાં સામાન્ય જીવન જીવી શકે.