બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Four incidents of road accidents took place in the state of Gujarat

દુર્ઘટના / ગુજરાતના રોડ ચિચિયારીઓથી ગુંજ્યા, બુધવારે 4 અકસ્માતમાં 13 લોકોએ છોડી દુનિયા, જુઓ ક્યાં ક્યાં બની ઘટનાઓ

Dinesh

Last Updated: 11:55 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ગમખ્વાર રોડ અકસ્માતની ચાર ઘટના સામે આવી છે જેમાં 13 લોકોના મોત થયા છે, મહીસાગર 8, સુરત 1, વલસાડ 1 અને અરવલ્લી 3ના મોત થયાં છે.

  • રાજ્યમાં રોડ અકસ્માતની ચાર ઘટના બની
  • ચાર ઘટનામાં 13લોકોના મોત થયાં છે
  • મહીસાગરમાં અકસ્માતમાં 8ના મોત, 35 ઈજાગ્રસ્ત


રાજ્યમાં દિન પ્રતિદિન રોડ અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. આજે રાજ્યના ચાર અલગ અલગ જગ્યા અકસ્માતના બનાવો બન્યા છે. જેમાં મહીસાગર 8, સુરત 1, વલસાડ 1 અને અરવલ્લી 3ના મોત થયાં છે. મહીસાગરના લુણાવાડા તાલુકાના કોઠા ગામ નજીક જાનને અકસ્માત નડ્યો હતો. લગ્નની પાઘડી લઈને જતો ટેમ્પો પલટી ખાઈ જતા ભંયકર અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ખાડીમાં ખાબકતા 8 જાનૈયાનાં મૃત્યુ થયા છે.

મહીસાગર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત
મહીસાગર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લુણાવાડા નજીક જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાડીમાં ખાબકતા 8 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. તો ટેમ્પોમાં સવાર અન્ય 35 જેટલા લોકોને ઈજા પહોંચી છે. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

સુરતના કવાસ બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો
આજે સુરતના કવાસ બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પર બંધ પડેલી ટ્રકનાં કંડક્ટરનું અન્ય ટ્રકની ટક્કરે મોત થયું છે. કંડક્ટર બંધ પડેલી ટ્રકની પાછળ ઉભો હતો ત્યારે ટ્રકે ટક્કર મારી હતી. કંડક્ટર રિફલેક્ટર બાંધતા સમયે પાછળથી ટ્રકે ટક્કર મારતા તેનુ મોત થયું છે. ટ્રકની ટક્કરે કંડકટરનું ઘટના સ્થળે મોત થયું છે.

સુરત અક્માત

વલસાડમાં હિટ એન્ડ રનની ઘટના
વલસાડ નજીક નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. બેફામ દોડતા ટેન્કરે સાયકલ ચાલકને અડફેટે લીધો છે. અકસ્માતમાં સાયકલ ચાલકનું મૃત્યુ થયું છે. આગળ જતાં ટેન્કરે પણ પલ્ટી  મારી  હતી.જે સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. વલસાડ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

કાર અને બુલેટ વચ્ચે સર્જાયો હતો ભયાનક અકસ્માત
નોંધનીય છે કે, આજે જ અરવલ્લીના મોડાસા-હિંમતનગર હાઈવે પર કાર અને બુલેટ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 3 લોકોના દુઃખદ અવસાન થયા છે.  જ્યારે એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.  મોડાસા-હિંમતનગર હાઈવે પર સ્કોડા કાર અને બુલેટ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો બોનેટના ભાગનો બુકડો બોલી ગયો હતો. જ્યારે બાઈક પર સવાર 4 લોકોમાંથી માસી-ભાણિયા સહિત 3 લોકોના મોત નિપજ્યા હતા અને એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.

અરવલ્લી અકસ્માત

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ