બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / four Gujarati persons arrested khargone Violence madhya pradesh
Hiren
Last Updated: 05:14 PM, 16 April 2022
ADVERTISEMENT
મધ્યપ્રદેશના ખરગૌન હિંસા મામલે 80થી વધુ ઉપદ્રવીઓની ધરપકડ કરી ચૂકવામાં આવી છે. 20થી વધુ મકાનો પર સરકાર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ત્યારે હવે ધરપકડ કરાયેલા શખ્સોમાં મોટો ખુલાસો થયો છે.
મધ્યપ્રદેશના ખરગૌનમાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારો કરતા પકડાયેલા 4 શખ્સો ગુજરાતના હોવાનુ સામે આવ્યું છે. મધ્યપ્રદેશ પોલીસે ગુજરાત ATSનો સંપર્ક કર્યો છે. ઝડપાયેલા 4 શખ્સો પૈકી 2 અમદાવાદના, 1 પાટણ અને 1 બનાસકાંઠાનો વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. PFI ફંડિગ મામલે ATS તપાસ હાથ ધરી રહી છે. 4 શખ્સો પાસે 15 હજારની રોકડ રકમ મળી હતી. સમાજ સૈવા નામે પૈસા ઉઘરાવ્યા હોય વિગતો સામે આવી છે. ખરગૌનમાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો.
ADVERTISEMENT
ઇજાગ્રસ્તોને મફત સારવાર અપાશે, જેમની મિલકત નુકસાન થયું તેમને સહાયતા અપાશેઃ શિવરાજસિંહ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખરગોન હિંસા પર નિવેદન આપતા કહ્યું કે હવે ખરગોનમાં સંપૂર્ણ રીતે શાંતિ છે. અમે નિર્ણય કર્યો છે કે જેમના મકાનો અને સંપત્તિઓ તોફાનીઓએ નુકસાન પહોંચાડ્યું છે. તેમાંથી 10 મકાનોને નુકસાન થયું છે. તેમને ફરીથી બનાવામાં આવશે. સામાન્ય નુકસાન પહોંચેલા 70 જેટલા મકાનોને સહાયતા કરીને મરમત કરાશે. જે લોકો ઘાયલ થયા હતા. તેમની મફત સારવાર કરવામાં આવશે. જેમની આજીવિકાને નુકસાન પહોંચ્યું છે. તેમની આજીવિકા ફરી ઉભી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રામનવમીના અવસરે નીકળેલી શોભાયાત્રામાં અનેક જગ્યાએ પથ્થરમારાની ઘટના સામે આવી હતી. હિંમતનગર અને ખંભાતમાં શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પણ ગુજરાત પોલીસ કાર્યવાહી કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.