ન્યૂઝ અપડેટ્સ
VTV / Fashion & Beauty / follow these home remedies for stretch marks
ADVERTISEMENT
પ્રેગ્નેન્સી પછી સ્ટ્રેચ માર્ક્સ થવા સામાન્ય છે. જો તમારું પણ પેટ વધારે છે અને તમે પણ વજન ઓછુ કર્યુ છે તમને સ્ટ્રેચ માર્ક્સ થઇ શકે છે. ઝરિન ખાને બોલ્ડલી સ્વીકાર્યુ કે આ સ્ટ્રેચ માર્ક્સ છે, એક્ટ્રેસની સપોર્ટ માટે ફેન્સ અને સેલિબ્રેટીઝ આગળ આવ્યા. આમ તો સ્ટ્રેચ માર્ક્સ થવા નેચરલ છે, જો તમે પણ વજન ઉતારવા માંગો છો તો તમારે કેટલીક વાતો પર ધ્યાન આપવુ જોઇએ, જેનાથી વજન ઉતાર્યા પછી સ્ટ્રેચ માર્ક્સ ના દેખાય. સ્ટ્રેચ માર્ક્સ સ્ત્રી અને પુરુષો બંનેને હોય છે. મોટેભાગે સ્ટ્રેચ માર્ક્સ પેટ, કમર, સ્તન, જાંઘ અને બટ પર હોય છે. આ સ્ટ્રેચ માર્ક્સને તમે ઘરેલૂ ઉપાયથી દૂર કરી શકો છો..
ADVERTISEMENT
મધ:

ADVERTISEMENT
મધ એન્ટીસ્પેટિક છે અને સ્ટેચ માર્ક્સને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટિબેક્ટેરિયલ અને મોઇશ્ચરાઇઝરના ગુણ છે અને તે ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. મધ, મીઠું અને ગ્લિસરિનને મિક્સ કરીને એક સ્ક્રબ બનાવો અને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો. તે સૂકાઇ જાય પછી તેણે હુંફાળા પાણીથી ધોઇ લો. તમે કાપડ પર મધ લગાવી તેને સ્ટ્રેચ માર્ક્સવાળા ભાગ પર લગાવી શકો છો. કપડૂ સૂકાઇ જાય પછી તે ભાગને હુંફાળા પાણીથી ધૂઓ.
લીંબુનો રસ:
ADVERTISEMENT
લીંબુનો રસ સ્કિનને ગોરી બનાવે છે. સ્ટ્રેચ માર્ક્સને કારણે સ્કીનનો કલર બદલાઇ જાય છે. લીંબુમાં રહેલા એસિડિટ તત્વોને કારણે સ્ટ્રેચમાર્ક લાઇટ થઇ જાય છે અને પહેલી નજરે દેખાતા નથી. લીંબુની સ્લાઇસ કરીને સ્ટ્રેચમાર્કવાળી જગ્યા પર લાગવી દો. 10 મિનિટ રહેવા દો અને હુંફાળા પાણીથી ધોઇ નાંખો. જલ્દીથી પરિણામ મળે તે માટે આ ઉપાય રોજ કરો.
બટાકાનો રસ:
ADVERTISEMENT

બટાકાનો રસ સ્કીન પરથી ડાઘા અને કાર્ડ સ્પોટ ઘટાડવામાં અને સ્કિનને ટાઇટ કરવામાં મદદ કરે છે. તેમાં પોલિફેનાલ, કારોટેનોઈડ્સ, ફાઈટોકેમિકલ્સ હોય છે જેને કારણે સ્કિનના ટેક્સચરમાં સુધારો થાય છે અને સ્ટ્રેચમાર્ક ઘટી જાય છે. આ માટે બટેકાના 2 ભાગમાં સુધારો અને સ્ટ્રેચમાર્ક પર ઘસો. જ્યુસને સ્કીનમાં શોષાવા દો અને સૂકાઇ જાય પછી હૂંફાળા પાણીમાં ધૂઓ. થોડા દિવસ આ ઉપાય કરવાથી ચોક્કસથી રિઝલ્ટ મળશે.
ADVERTISEMENT
ઓઇલ ટ્રીટમેન્ટ:
સ્ટ્રેચ માર્ક માટે સૌથી સારી ટ્રીટમેન્ટ એટલે એસેન્શિયલ ઓઇલ્સ. ઓલિવ ઓઇલ, વિટામિન E, એરંડિયુ, કોપરેલુ, બદામનું તેલ વગેરે સ્ટ્રેચમાર્ક હટાવવામાં મદદ કરે છે. પ્રેગનેન્સી દરમિયાન આ તેલ લગાવવામાં આવે તો ઘણા ઓછા સ્ટ્રેચમાર્ક્સ આવે છે. આ ઓઇલથી સ્ટ્રેચમાર્ક વાળા ભાગ પર જો મસાજ કરવામાં આવે તો તેને સ્કિનમાં શોષવા દો. રોજ ઉપયોગ કરશો તો જરૂરથી પરિણામ મળશે. એક કરતા વધારે ઓઇલનું મિશ્રણ કરો જેથી તમારી સ્કિનને બધાને લાભ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો