બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / flim bheed trailer anubhav sinha movie on coronavirus lockdown rajkumar rao bhumi pednekar dia mirza krutika kamra

Trailer Out / 'આજે રાત્રે 12 વાગ્યાથી આખા દેશમાં....' રૂવાડા ઉભા કરી દેશે કોરોના લોકડાઉન પર બનેલી 'ભીડ'નું ટ્રેલર

Arohi

Last Updated: 12:27 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારી વખતે આખા દેશમાં લગાવવામાં આવેલા લોકડાઉન પર બનેલી ફિલ્મ ભીડનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર ખૂબ જ દમદાર છે અને તેમાં લોકડાઉનની સ્ટોરી જણાવવામાં આવી છે.

  • કોરોના લોકડાઉન પર બની ફિલ્મ 
  • ભીડનું ટ્રેલર થયું રિલીઝ 
  • ટ્રેલર જોઈ રૂવાડા ઉભા થઈ જશે

"આજે રાત્રે 12 વાગ્યાથી આખા દેશમાં સંપૂર્ણ લોકડાઉન થવા જઈ રહ્યું છે..." આ લાઈન દેશમાં કોને યાદ નથી. કોરોના વાયરલ મહામારી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ એલાન બાદ દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. 

આ લોકડાઉન પર હવે નિર્દેશક અનુભવ સિન્હાએ ફિલ્મ બનાવી છે 'ભીડ'. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ખાસ વાત એ છે કે ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટ છે. 

ફિલ્મમાં જોવા મળશે આ કલાકારો 
ફિલ્મમાં રાજકુમાર રાવ, ભૂમિ પેડનેકર, દીયા મિર્ઝા, પંકજ કપૂર, આશુતોષ રાણા, કૃતિકા કામરા, વીરેન્દ્ર સક્સેના અને આદિત્ય શ્રીવાસ્તવ જેવા કલાકારો જોવા મળશે. 

પહેલી નજરમાં ટ્રેલર જોવા પર એક વખત ફરિ લોકડાઉનના એ ભયંકર સીન સામે આવી જાય છે જેમાં આખા દેશમાં લોકો ચાલતા પોતાના ઘરે જતા દેખાઈ રહ્યા હતા. 

યાદ આવી જશે એ દિવસો 
શહેરથી હજારો કિમી દૂર લોકો સામાન, બાળકો અને વૃદ્ધો સાથે પોતાના ઘરે ચાલીને નીકળી પડ્યા હતા. ઘણા શહેરોની સીમાઓને સીલ કરી દેવામાં આવી હતી. ઘણી જગ્યાઓ પર પોલીસની નિર્દયતા જોવા મળી  તો ઘણા લોકો એક બીજાને મદદ કરતા જોવા મળ્યા હતા. 

ભીડના ટ્રેલરમાં તમને આ બધુ જોવા મળશે. ઘણી એવી વસ્તુઓ પણ જોવા મળશે જેને કદાચ તમે ઘરે બેઠા ન જોઈ નહીં શક્યા હોવ અથવા તો અનુભવ નહીં કરી શક્યા હોય.

ફિલ્મમાં જોવા મળશે ઘણા મુદ્દાઓ 
અનુભવ સિન્હા સામાજીક મુદ્દાઓને લઈને ફિલ્મ બનાવવા માટે ફેમસ છે. એવામાં ભીડમાં તેમણે લોકડાઉન વખતે લોકોને જે પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે બધાને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. 

ટ્રેલરમાં તબ્લીદી જમાત, જાતિવાદ, ગરીબીસ પોલીસ અત્યાચાર, લોકોની લાચારી, શહેરની બોર્ડરને બંધ કરતી વખતે ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ દર્શાવવામાં આવી છે. ટ્રેલર જોઈને રૂવાડા ઉભા થઈ જશે. ભીડ 24 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ