બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Five accused arrested from Tamil Nadu in Mysore gangrape case

કાર્યવાહી / BIG BREAKING : મૈસૂર ગેંગરેપ મામલે તમિળનાડુથી પાંચ આરોપીઓની ધરપકડ, એક આરોપી સગીર

Kinjari

Last Updated: 01:47 PM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૈસુર દુષ્કર્મ કેસમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. બધા જ આરોપી તમિળનાડુના રહેવાસી છે અને મૈસૂરમાં મજૂરીકામ કરતા હતા.

  • મૈસુર ગેંગરેપમાં પોલીસે કરી કાર્યવાહી
  • 5 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા
  • 5માંથી એક આરોપી સગીર 

આરોપીઓ અહી ફરવા આવતા હતા અને કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે જે લોકોની ધરપકડ કરી છે તેમાંથી એક સગીર છે. 24 ઓગસ્ટે રાત્રે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. 

આરોપીઓની ધરપકડ

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓમાંથી એકે પીડિતા અને તેના મિત્રને માર માર્યો અને બાદમાં દુષ્કર્મ આચર્યુ હતુ. આરોપીઓની ધરપકડની માહીતી રાજ્યના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇને આપી હતી. 

પ્રતિકાત્મક તસવીર

મુખ્યમંત્રીનું નિવેદન
રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું કે અમારી પોલીસે મૈસુર દુષ્કર્મ કેસને ખુબ ગંભીરતાથી લીધો છે. તપાસ માટે 5 ટીમ બનાવવામાં આવી હતી. આરોપીઓ પોલીસ સ્ટેશનમાં છે. મહત્વનું છે કે 24 ઓગસ્ટે મૈસુરમાં ચામુંડી હીલ પાસે 5 લોકોએ એક મેડિકલ વિદ્યાર્થીની પર કથિત રૂપથી ગેંગરેપ કર્યો હતો. ઘટના સમયે પીડિતાનો એક મિત્ર પણ તેની સાથે હતો જેને આરોપીઓએ માર માર્યો હતો.

રાષ્ટ્રીય મહિલા આયોગે લખ્યો પત્ર
આ મુદ્દે રાષ્ટ્રીય મહિલા આયોગે કર્ણાટક DGPને પત્ર લખ્યો હતો. ઘટના બાદ મૈસુર યુનિવર્સિટીએ સાંજે 6 વાગ્યા બાદ લોકોનો કુકરહલ્લી પરિસરમાં પ્રવેશ પર રોક લગાવી દીધી હતી પરંતુ હવે તે નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો છે. 

પૂર્વ CMએ આપી સલાહ
આ ઘટના બાદ વિપક્ષે રાજ્ય સરકાર પર હુમલો કર્યો છે. શુક્રવારે મૈસુર ગેંગરેપ પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી HD કુમારસ્વામીએ તેલંગાણામાં બે વર્ષ પહેલા કરવામાં આવેલી પોલીસ કામગીરી પ્રમાણે રેપિસ્ટ સાથે વ્યવહાર કરવાની સલાહ આપી હતી. જેમાં 2 આરોપીઓને ગોળી મારી દેવામાં આવી હતી. 

ગૃહમંત્રીના નિવેદન પર ખળભળાટ
ગૃહમંત્રીએ પીડિતા કેમ સાંજે મોડા સુધી ફરી રહી હતી તેના પર  સવાલ ઉઠાવ્યા હતા. જેના પર ખળભળાટ મચી ગયો હતો. પીડિત મહિલાએ સાંજે 7.30 વાગે સુમસાન જગ્યા પર ન જવું જોઇએ તેવા નિવેદન બાદ વિપક્ષે રાજીનામાની માગ કરી હતી 
 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ