બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Firecracker sellers without license or permission beware! Action against 12 businessmen in Rajkot

એક્શન / લાયસન્સ કે મંજૂરી વિના ફટાકડા વેચનારા સાવધાન! રાજકોટમાં 12 ધંધાર્થીઓ વિરૂદ્ધ કરાઇ કાર્યવાહી

Priyakant

Last Updated: 01:12 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News : રાજકોટમાં લાયસન્સ કે મંજૂરી વગર ફટડકા વેચતા સામે ફરિયાદ કાર્યવાહી, 5 સ્થળે હંગામી ફાયર ચોકીઓ ઊભી કરવામાં આવી

  • રાજકોટમાં લાયસન્સ-મંજૂરી વગર ફટડકા વેંચતા 12 ધંધાર્થીઓ સામે ફરિયાદ
  • રાત્રિના 8 પહેલા અને 10 વાગ્યા બાદ ફટાકડા ફોડનાર સામે પણ કાર્યવાહી થશે 
  • ફાયર વિભાગ દ્વારા ફટાકડા માટેની 300 થી વધુ અરજીઓ મંજૂર કરી
  • 5 સ્થળે હંગામી ફાયર ચોકીઓ ઊભી કરવામાં આવી
  • આજથી ફાયર સ્ટાફ રાઉન્ડ ધી કલોક ચાર દિવસ ખડેપગે રહેશે

Rajkot News : દિવાળીને તહેવારોને લઈ ઠેર-ઠેર ફટાકડાના સ્ટોલ જોવા મળી રહ્યા છે. આ તરફ લાયસન્સ કે મંજૂરી વગર ફટાકડા વેચતા લોકો સામે મોટી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં દિવાળીને લઈ અનેક જગ્યાએ ફટાકડાના સ્ટોલની તપાસમાં 12 જેટલા ધંધાર્થીઓ કોઈપણ પ્રકારના લાયસન્સ કે મંજૂરી વગર ફટાકડા વેંચતા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ ફાયર વિભાગ દવા તમામ સામે ફરિયાદ કરવામાં આવી છે. 

રાજકોટમાં દિવાળીના ગણતરીના દિવસો પહેલા ફટાકડા ખરીદવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ દરમિયાન રાજકોટનું ફાયર વિભાગ પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા ફરજના ભાગરૂપે કવાયતમાં લાગ્યું છે. રાજકોટ ફાયર વિભાગ દ્વારા શહેરમાં લાયસન્સ કે જરૂરી મંજૂરી વગર ફટડકા વેંચતા 12 ધંધાર્થીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આજથી ફાયર સ્ટાફ રાઉન્ડ ધી ક્લોક ચાર દિવસ ખડેપગે રહેશે. 

File Photo

300 થી વધુ અરજીઓ મંજૂર કરી
રાજકોટમાં લાયસન્સ કે મંજૂરી વગર ફટડકા વેચતા સામે ફરિયાદ કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે રાત્રિના 8 પહેલા અને 10 વાગ્યા બાદ ફટાકડા ફોડનાર સામે પણ કાર્યવાહી થશે. મહત્વનું છે કે, ફાયર વિભાગે ફટાકડાના લાયસન્સ માટેની 300 થી વધુ અરજીઓ મંજૂર કરી છે. આ સાથે 5 સ્થળે હંગામી ફાયર ચોકીઓ ઊભી કરવામાં આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ