બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / fire inside a train running from lucknow to rameshwaram near madurai railway station

BIG BREAKING / ટ્રેનમાં લાગી આગ, રામેશ્વરમ જઈ રહેલા 9 ભક્તોના નિધન: ગેરકાયદેસર રીતે ડબ્બામાં મૂકાયા હતા ગેસના બાટલા, 20 ઘાયલ

Malay

Last Updated: 10:13 AM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Madurai Fire: મદુરાઈ રેલવે સ્ટેશન પાસે મોટી ટ્રેન દુર્ઘટના, ટ્રેનમાં આગ લાગતા 9 લોકોના મોત અને 20 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

  • ટ્રેનના કોચમાં આગ લાગતા મચી દોડધામ 
  • ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી કાબુ મેળવ્યો  
  • ટ્રેન દુર્ઘટનામાં 9 લોકોના મોત અને 20 ઈજાગ્રસ્ત

ટ્રેન દુર્ઘટનાઃ તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, લખનઉથી રામેશ્વરમ જઈ પહેલી ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગવાથી 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે, જ્યારે 20 મુસાફરો દાઝી જતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક મુસાફરો ગેસ સિલિન્ડર લઈને ગેરકાયદેસર રીતે કોચમાં પ્રવેશ્યા હતા. જેના કારણે ટ્રેનમાં આગ લાગી હતી. હાલ આગ પર ફાયરની ટીમે કાબૂ મેળવી લીધો છે. રેલવેએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.

ગેસ સિલિન્ડર લઈને આવ્યા હતા મુસાફરો 
રેલવે અધિકારીએ જણાવ્યું કે, કેટલાક મુસાફરો ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈને ટ્રેનમાં આવ્યા હતા, જેના કારણે આગ લાગી હતી. રેલવે નિયમો અનુસાર, રેલવે કોચની અંદર કોઈપણ જ્વલનશીલ સામગ્રી લઈ જવા પર સખત પ્રતિબંધ છે. જે કોચમાં આગ લાગી તે એક પ્રાઈવેટ કોચ હતો. 

સવારે 5.15 વાગ્યે લાગી હતી આગ
રેલવેના જણાવ્યા અનુસાર, સ્ટેશન ઓફિસર દ્વારા 26.8.23ના રોજ સવારે 5.15 વાગ્યે મદુરાઈ યાર્ડમાં એક પ્રાઈવેટ કોચમાં આગ લાગવાની જાણ કરવામાં આવી હતી. જે બાદ તાત્કાલિક ફાયર સર્વિસને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમ 5.45 વાગ્યે અહીં પહોંચી હતી. 7.15 વાગ્યે આગ બુઝાવી દેવામાં આવી હતી. અન્ય કોચને કોઈ નુકસાન થયું નથી. આ એક પ્રાઈવેટ કોચ છે, જે ગઈકાલે નાગરકોઈલ જંક્શન ખાતે ઉમેરવામાં આવ્યો હતો. પાર્ટીના કોચને અલગ કરીને મદુરાઈ સ્ટેબલિંગ લાઇન પર રાખવામાં આવ્યો છે.

આગ લાગતા સર્જાઈ હતી અફરાતફરી
પ્રાઈવેટ પાર્ટી કોચમાં યાત્રી ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈને જઈ રહ્યા હતા અને આ કારણે આગ લાગી. આગ લાગ્યા બાદ ટ્રેનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેટલાક યાત્રી કોચમાંથી બહાર નીકળી ગયા હતા. જ્યારે કેટલાક યાત્રીઓ પ્લેટફોર્મ પર જ ઉતરી ગયા હતા. તમને જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિ IRCTC પોર્ટલનો ઉપયોગ કરીને પાર્ટી કોચને બુક કરાવી શકે છે. તેમને ગેસ સિલિન્ડર જેવા કોઈપણ જ્વલનશીલ પદાર્થ લઈ જવાની અનુમતી નથી હોતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ