બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / fearing covid woman kept herself imprisoned at home for three years along with minor son

ચોંકાવનારો કિસ્સો / ઓહ બાપ રે ! કોરોનાની બીકે મા-છોકરો 3 વર્ષ ઘરમાં પુરાઈ રહ્યાં, કેવી રીતે જીવતા રહ્યાં, ખુલ્યું રહસ્ય

Hiralal

Last Updated: 09:03 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના ગુરુગ્રામમાં કોરોના કાળનો એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે.

  • હરિયાણાના ગુરુગ્રામમાં બહાર આવ્યો ચોંકાવનારો કિસ્સો
  • 3 વર્ષ બાદ મહિલા અને તેનો સગીર પુત્ર ઘરની કેદમાંથી આવ્યાં બહાર
  • કોરોનાની બીકે 2020ની સાલમાં પુત્ર સાથે ઘરમાં પુરાઈ ગઈ હતી
  • પતિને પણ અંદર આવવા દેતી નહોતી, ઘર બહાર ભાડે રહીને ઘર ચલાવતો 

હરિયાણાના ગુરુગ્રામના ચક્કરપુરમાં એક ભાડાના મકાનમાં 33 વર્ષીય મહિલાએ તેના સગીર પુત્ર સાથે પોતાની જાતને ત્રણ વર્ષ સુધી "કેદ" રાખી હતી. તેમણે કોરોના મહામારીથી બચવા માટે આવું કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારે આ ઘટના ત્યારે સામે આવી જ્યારે અધિકારીઓની ટીમે બંનેને ઘરની બહાર કાઢ્યા. બાદમાં માતા-પુત્રને ગુરુગ્રામની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સિવિલ સર્જન ગુરુગ્રામના જણાવ્યા અનુસાર, "મહિલાને કેટલીક માનસિક સમસ્યાઓ છે. આ મામલો 17 ફેબ્રુઆરીએ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે મુનમુનના પતિ સુજાન માંઝીએ ચકરપુર પોલીસ ચોકીમાં તૈનાત સહાયક સબ-ઇન્સ્પેક્ટર પ્રવીણ કુમારનો સંપર્ક કર્યો હતો. સુજાન એક ખાનગી કંપનીમાં એન્જિનિયર છે.

2020મા કોરોના વખતે પુત્રને લઈને ઘરમાં પુરાઈ ગઈ 
પોલીસના જણાવ્યા અનુસાર, પોતાના પુત્ર સાથે ત્રણ વર્ષ સુધી પોતાની જાતને "કેદ" કરતી વખતે, મહિલાએ તેના પતિને, જે 2020 માં પ્રથમ લોકડાઉન પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા બાદ ઓફિસ ગયો હતો, તેને ઘરમાં પ્રવેશવાની મંજૂરી આપી ન હતી. 

3 વર્ષ સુધી પતિએ શું કર્યું 
પતિ સુજાને શરૂઆતના કેટલાક દિવસો મિત્રો અને સંબંધીઓ સાથે વિતાવ્યા હતા અને જ્યારે તે તેની પત્નીને સમજાવવામાં નિષ્ફળ ગયો, ત્યારે તેણે તે જ વિસ્તારમાં બીજા ભાડાના મકાનમાં રહેવાનું શરૂ કર્યું. પતિના જણાવ્યા પ્રમાણે આ સમય દરમિયાન પત્ની અને પુત્રના સંપર્કમાં રહેવા માટે વીડિયો કોલ જ એકમાત્ર રસ્તો હતો. આ સમય દરમિયાન તે ઘરનું ભાડું અને વીજળીનું બિલ ચૂકવતો હતો. તે પોતાના દીકરાની સ્કૂલની ફી પણ જમા કરાવી દેતો હતો એટલું નહી પરંતુ કરિયાણું અને શાકભાજી ખરીદતો અને પોતાની પત્નીના ઘરના મુખ્ય દરવાજાની બહાર રાશનની થેલીઓ મૂકી જતો. 

7 વર્ષના પુત્ર સાથે ઘરમાં પુરાઈ, આજે બહાર આવી 

મહિલા 2020ના પહેલા લોકડાઉન વખતે 7 વર્ષના પુત્ર સાથે ઘરમાં પુરાઈ ગઈ હતી તે હવે બહાર આવી છે પુત્રની ઉંમર 10 વર્ષ થઈ છે. બાળકની માતા ઘરે જ તેના વાળ અને વાળ કાપતી હતી. ઘરનો કચરો પણ 3 વર્ષ સુધી બહાર ન ફેંકાયો, કચરો, કાપેલા વાળ અને ગંદકી એ જ રૂમમાં સંગ્રહિત કરવામાં આવી હતી જ્યાં બાળક રહેતું હતું. પાડોશના લોકોને પણ ખબર ન હતી કે માતા-પુત્ર ઘરમાં કેદ છે. ઘરમાં બાળક દિવાલો પર પેઇન્ટિંગ બનાવીને દિવાલો પર પેન્સિલથી અભ્યાસ કરતો હતો.

પોલીસ મહિલા અને તેના પુત્રને છોડાવીને બહાર લાવી 
એએસઆઈ પ્રવીણ કુમારે કહ્યું, "શરૂઆતમાં, મને સુજનના દાવાઓ પર વિશ્વાસ ન હતો, પરંતુ જ્યારે તેણે તેની પત્ની અને પુત્રને મારી સાથે વીડિયો કોલ પર વાત કરાવી, ત્યારે મેં આ મામલે દખલ કરી. મહિલા જે ઘરમાં રહેતી હતી ત્યાં એટલી ગંદકી અને કચરો હતો કે થોડા દિવસ વધુ પસાર થઈ ગયા હોત તો કંઈક અઘટિત ઘટના બની હોત. કોવિડના ડરને કારણે મહિલાએ આ ત્રણ વર્ષ દરમિયાન રસોઈ ગેસ અને સંગ્રહિત પાણીનો પણ ઉપયોગ કર્યો ન હતો. ત્રણ વર્ષ બાદ પત્ની અને પુત્રને મેળવીને સુજાન ખુબ જ ખુશ છે, તેમણે આ માટે પોલીસનો આભાર માન્યો હતો. "હવે તેની સારવાર ચાલી રહી છે. આશા છે કે, ટૂંક સમયમાં જ મારું જીવન પાટા પર આવી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ